નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારમાં ઘણા વિસ્તારમા ભૂકંપના આંચકા અનુભવાયા છે. બિહારની રાજધાની પટનામાં બેથી ત્રણ સેકન્ડ સુધી લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિક્કિમ નેપાળ બોર્ડર પર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે.


શરૂઆતની જાણકારી અનુસાર, ભૂકંપનું કેંદ્ર બિંદુ સિક્કિમની રાજધાની ગંગટોકથી 25 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં હતું. સિક્કિમ સિવાય, જલપાઈગુડી અને દાર્જિલિંગ જિલ્લમાં સાંજે આશરે 8.50 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.