India Post GDS Recruitment 2025: શું તમે સરકારી નોકરી શોધી રહ્યા છો? તો ભારતીય ટપાલ વિભાગ તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે! ઈન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ની 21,413 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ડાક સેવક જેવી પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ જગ્યાઓ માટે 10 ફેબ્રુઆરી, 2025 થી 3 માર્ચ, 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીઓ ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર સ્વીકારવામાં આવશે.
પરીક્ષા વગર સીધી નોકરીની તક
આ ભરતીની સૌથી મહત્વની વાત એ છે કે ઉમેદવારોની પસંદગી કોઈપણ લેખિત પરીક્ષા વગર કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ધોરણ 10 માં મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ બનાવીને કરવામાં આવશે. એટલે કે, જો તમે ધોરણ 10 પાસ છો અને સારા ગુણ મેળવ્યા છે, તો તમને સીધી નોકરી મળી શકે છે.
કેવી રીતે અરજી કરવી?
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે જણાવેલ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:
સૌ પ્રથમ ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
હોમપેજ પર આપેલ "Application" લિંક પર ક્લિક કરો.
રજીસ્ટ્રેશન કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો.
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
એપ્લિકેશન ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
ભવિષ્ય માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ભૂલ સુધારણાની તક:
જો અરજી ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ થઈ જાય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઉમેદવારોને 6 માર્ચથી 8 માર્ચ, 2025 સુધી અરજીમાં સુધારા કરવાની તક આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડ:
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવો જોઈએ.
સ્થાનિક ભાષાનું જ્ઞાન: ઉમેદવારને જે રાજ્યમાં અરજી કરી રહ્યા છે, તે રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા: ઉમેદવારની ઉંમર 3 માર્ચ, 2025 ના રોજ 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
પગાર ધોરણ
બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM): રૂ. 12,000 થી રૂ. 29,380 પ્રતિ મહિને
આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ડાક સેવક: રૂ. 10,000 થી રૂ. 24,470 પ્રતિ મહિને
આ પણ વાંચો....
ખાખી વર્દી માટે તૈયાર થઈ જાઓ: ગુજરાત પોલીસમાં ૧૪ હજારથી વધુ જગ્યાઓ પર થશે ભરતી