કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ મિસાઇલના સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે MPATGMનું પરીક્ષણ ત્યારે કરવામાં આવ્યું છે જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સાથે તણાવ વધ્યો છે. આ અગાઉ ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ત્રીજી પેઢીની એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યુ હતું. નાગ મિસાઇલને ડીઆરડીઓએ વિકસિત કરી છે.
ભારતે બતાવી તાકાત, પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ
abpasmita.in
Updated at:
11 Sep 2019 10:10 PM (IST)
આ મિસાઇલને મેન પોર્ટેબલ ટ્રાઇપોડ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી
NEXT
PREV
નવી દિલ્હીઃ ડીઆરડીઓએ બુધવારે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં ફાયરિંગ રેન્જથી મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ સિસ્ટમનું ત્રીજુ પરીક્ષણ છે. જેને ભારતીય સૈન્યની ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની જરૂરિયાત માટે વિકસિત કરવામાં આવી રહી છે. આ મિસાઇલને ડીઆરડીઓને વિકસિત કરવામાં આવી છે. આ મિસાઇલને મેન પોર્ટેબલ ટ્રાઇપોડ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી. મિસાઇલે પોતાનું લક્ષ્ય ખૂબ સટીકતાથી ભેદ્યુ હતું.
કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ મિસાઇલના સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે MPATGMનું પરીક્ષણ ત્યારે કરવામાં આવ્યું છે જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સાથે તણાવ વધ્યો છે. આ અગાઉ ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ત્રીજી પેઢીની એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યુ હતું. નાગ મિસાઇલને ડીઆરડીઓએ વિકસિત કરી છે.
કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ મિસાઇલના સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે MPATGMનું પરીક્ષણ ત્યારે કરવામાં આવ્યું છે જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સાથે તણાવ વધ્યો છે. આ અગાઉ ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ત્રીજી પેઢીની એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યુ હતું. નાગ મિસાઇલને ડીઆરડીઓએ વિકસિત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -