ભારત-બ્રિટન વચ્ચે 3884 કરોડની મેગા ડિફેન્સ ડીલ, જાણો ‘માર્ટલેટ્સ’ મિસાઈલોથી કઈ રીતે મળશે સેનાને તાકાત
આ કરાર હેઠળ બ્રિટન હવે ભારતીય સેનાને હળવા વજનવાળી મલ્ટિરોલ મિસાઇલો (Lightweight Multirole Missiles) પૂરી પાડશે.

ભારત અને બ્રિટનની સરકારે એક મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ બ્રિટન હવે ભારતીય સેનાને હળવા વજનવાળી મલ્ટિરોલ મિસાઇલો (Lightweight Multirole Missiles) પૂરી પાડશે. આ સંરક્ષણ કરાર $468 મિલિયન (આશરે રૂ. 3,884 કરોડ) ની કિંમતનો છે, જે ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરની ભારતની પ્રથમ મુલાકાતના બીજા અને અંતિમ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન થયો હતો.
ભારત સાથે કરાર પછી બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે નિવેદન જારી કર્યું
આ રક્ષા કરારને લઈ યુકેના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે (9 ઓક્ટોબર, 2025) એક નિવેદન જારી કર્યું. યુકેના સંરક્ષણ મંત્રાલયે આ કરારને ભારત સાથે તેના સંરક્ષણ ઉદ્યોગના ગાઢ વ્યૂહાત્મક સંબંધો માટે મહત્વપૂર્ણ ગણાવ્યો. મંત્રાલયે જણાવ્યું હતું કે, "આ કરાર હેઠળ, યુકેના બેલફાસ્ટમાં ઉત્પાદિત લો-વેઇટ મલ્ટિરોલ મિસાઇલો (LMM) ભારતીય સેનાને પૂરા પાડવામાં આવશે, જે યુકેના સંરક્ષણ ઉદ્યોગને મહત્વપૂર્ણ બુસ્ટ આપશે."
આ લાઈટ વેઈટ મલ્ટીરોલ મિસાઇલો, જેને માર્ટલેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એયર-ટૂ-એયર, સર્ફેસ-ટૂ-એર પર સરળતાથી પ્રહાર કરતી મિસાઇલો છે.
ભારત સાથેના કરારથી યુકેમાં 700 થી વધુ નોકરીઓ સુરક્ષિત થશે
મંત્રાલયે જણાવ્યું હતું કે, "આ સંરક્ષણ કરાર ઉત્તરી આયર્લેન્ડમાં 700 થી વધુ નોકરીઓ સુરક્ષિત કરશે, કારણ કે ભારત માટે ઉત્પાદિત હવાઈ સંરક્ષણ મિસાઇલો અને લોન્ચર્સ બેલફાસ્ટ હાલમાં યુક્રેન માટે બનાવે છે તે જ છે."
યુકેના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કરાર ભારત અને યુકે વચ્ચે વ્યાપક જટિલ શસ્ત્ર ભાગીદારીનો રસ્તો વધુ સરળ કરી શકે છે, જે હાલમાં બંને દેશો વચ્ચે ચર્ચા હેઠળ છે.
ભારત માટે આ સંરક્ષણ કરાર શા માટે મહત્વપૂર્ણ છે ?
બ્રિટન સાથે લાઈટ વેઈટ મલ્ટીરોલ મિસાઇલ અંગેનો આ સંરક્ષણ કરાર ભારત માટે મહત્વપૂર્ણ છે. જ્યારે ભારત પાસે પહેલાથી જ વિવિધ પ્રકારની મિસાઇલો છે, ત્યારે બ્રિટન તરફથી આધુનિક, હળવા વજનવાળા અને બહુરોલ મિસાઇલો ભારતીય સેનાને કોઈપણ સંભવિત હુમલાનો ઝડપથી જવાબ આપવા સક્ષમ બનાવશે. આ હળવા વજનવાળા મલ્ટીરોલ મિસાઇલોનો ઉપયોગ જમીન અને સમુદ્ર બંને પર થઈ શકે છે, જે ભારતીય સશસ્ત્ર દળોની વ્યૂહાત્મક સુગમતાને વધુ વધારે છે.





















