ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે એબીપી નેટવર્કના 'ઇન્ડિયા અનશેકન: સેલ્યૂટ ટુ સિંદૂર' કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર અને સંયુક્ત દળોના પરાક્રમને નમન કર્યું.

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે એબીપી નેટવર્કના 'ઇન્ડિયા અનશેકન: સેલ્યૂટ ટુ સિંદૂર' કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર અને સંયુક્ત દળોના પરાક્રમને નમન કર્યું. તેમણે કહ્યું, "ઇન્ડિયા અનશેકન ભારતના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવો પડશે."
પીએમ મોદીના વલણની પ્રશંસા
અમેરિકી ટેરિફના સંદર્ભમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "ઘણી વખત વિદેશી તાકતો ભારતને ઝૂંકાવવા માટે અયોગ્ય દબાવ લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પ્રધાનમંત્રી મોદી તેમની સામે ઝૂકતા નથી. પ્રધાનમંત્રી મોદીએ ટેરિફ પર પોતાનો વિચાર સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો છે, તે પ્રશંસનીય છે."
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 2047 સુધીમાં આપણે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરીશું. તેમણે કહ્યું કે પીએમ મોદી કોઈપણ વિદેશી તાકાત સામે ઝૂકશે નહીં.
#WATCH | 'इंडिया UNSHAKEN सैल्यूट टू सिंदूर' कार्यक्रम में पहलगाम पीड़ितों से मिलकर भावुक हुए रक्षामंत्री राजनाथ सिंह @Sheerin_sherry @rajnathsingh #IndiaUnshakenOnABP #PahalgamTerrorAttack #OperationSindoor #IndependenceDay pic.twitter.com/IGHtJ8kMmi
— ABP News (@ABPNews) August 14, 2025
રાજનાથ સિંહ પહેલગામ હુમલાની ઘટનાથી પ્રભાવિત લોકોનો ઉલ્લેખ કરતા ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણે આપણા દેશના લોકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ.
આ ભારત ઝૂકવાનું નથી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ ભારત ઝૂકવાનું નથી. ભારત પોતાના વલણ પર અડગ છે. સ્વતંત્રતા દિવસ પર દેશને અભિનંદન આપતાં રક્ષામંત્રીએ કહ્યું કે સરકાર હંમેશા પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે ઉભી રહેશે.
એબીપી ન્યૂઝનો ખાસ કાર્યક્રમ
એબીપી નેટવર્કનો 'ઇન્ડિયા અનશેકન: સેલ્યુટ ટુ સિંદૂર' એ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાની બહાદુરી અને સટીકતાને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ છે, 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કરનાર એક સાહસિક ઓપરેશન હતું. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા બર્બર હુમલાના જવાબમાં હાથ ધરવામાં આવેલ આ ઓપરેશન આતંકવાદ સામે ભારતના અટલ સંકલ્પનું પ્રતીક બન્યું. સિનેમા અને સંગીતની દુનિયાના નેતાઓ, સંરક્ષણ નિષ્ણાતો અને હસ્તીઓ સાથે મળીને, આ ખાસ કાર્યક્રમ 'ઇન્ડિયા અનશેકન: સેલ્યુટ ટુ સિંદૂર' ભારતીય વાયુસેનાની હિંમત અને ઉત્સાહની ઉજવણી કરે છે.





















