શોધખોળ કરો

IND vs PAK મેચ બાદ દિલ્હી પોલીસની 'ક્રિએટિવ ચેતવણી', પાકિસ્તાનની હાર પર કઈંક આ રીતે લીધી મજા

IND vs PAK: દિલ્હી પોલીસે પણ હાઇ-વોલ્ટેજ મેચ પછી ટ્વિટ કર્યું જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું. તેમણે માર્ગ સલામતી વિશે સંદેશ આપવા માટે પાકિસ્તાનની હાર સાથે જોડીને પ્રતિક્રિયા આપી.

Ind vs Pak: ભારત-પાકિસ્તાન મુકાબલો માત્ર ક્રિકેટની મેચ નથી હોતી, પરંતુ તે લાગણીઓ, જોશ અને સોશિયલ મીડિયાના જંગનું પણ મોટું મંચ બની જાય છે. મેદાન પર જ્યાં ટીમ ઈન્ડિયાએ દમદાર પ્રદર્શન કર્યું, ત્યાં મેચ પૂરી થતાની સાથે જ ડિજિટલ દુનિયામાં પણ જશ્ન અને જોક્સનો વરસાદ શરૂ થઈ ગયો. આ દરમિયાન દિલ્હી પોલીસે પણ આ હાઈવોલ્ટેજ મુકાબલા બાદ એવી ટ્વિટ કરી કે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. માર્ગ સલામતી (Road Safety) નો સંદેશ આપવા માટે પાકિસ્તાનની હાર સાથે જોડીને કરવામાં આવેલી તેમની પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ ગઈ.

પાકિસ્તાનની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા

મેચ પછી દિલ્હી પોલીસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, જેમાં પાકિસ્તાની ખેલાડીઓના ફોટા સાથે લખ્યું હતું કે, ખોટી જગ્યાએ U-turn લેશો તો આવી જ રીતે.” તેની સાથે #RoadSafety, #INDvsPAK અને #T20WorldCup2026 જેવા હેશટેગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ સ્પષ્ટપણે એક ક્રિએટિવ અંદાજમાં માર્ગ સલામતીનો સંદેશ આપવા માટે હતી, પરંતુ ભારત-પાક મેચના પરિણામ સાથે જોડાવાને કારણે તે લોકપ્રિય થઈ ગઈ.

સોશિયલ મીડિયા પર યુઝર્સે પણ મજા લીધી

સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટ પર જોરદાર પ્રતિક્રિયા આપી હતી. ઘણા લોકોએ દિલ્હી પોલીસની સોશિયલ મીડિયા ટીમની પ્રશંસા કરતા લખ્યું કે, “આવી જ રીતે જાગૃતિ ફેલાવવી જોઈએ.” કેટલાક લોકોએ કહ્યું, “ક્રિકેટનું સ્કોરબોર્ડ હોય કે ટ્રાફિકના નિયમો, બંનેમાં ખોટી ચાલ ભારે પડે છે.” ભારતીય ચાહકોએ તેને ભારતની જીતના જશ્નનો એક ભાગ માનીને રમુજી મીમ્સ (Memes) સાથે શેર કરવાનું શરૂ કરી દીધું હતું.

મેચ બાદ પાકિસ્તાની ફેન્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ થયા સુમસામ

આ સિવાય જેવી મેચ પૂરી થઈ અને ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી, સોશિયલ મીડિયાનું આખું ચિત્ર બદલાઈ ગયું. જે પાકિસ્તાની એકાઉન્ટ્સ પરથી મેચ પહેલા સતત પોસ્ટ આવી રહી હતી, ત્યાં અચાનક ખામોશી છવાઈ ગઈ. ઘણા યુઝર્સ મજાકમાં લખી રહ્યા છે કે, “ભાઈ નેટવર્ક જતું રહ્યું કે શું?” તો કોઈએ સ્ક્રીનશોટ શેર કરતા કહ્યું, “મેચ પહેલા બહુ એક્ટિવ હતા, હવે બધા સાયલન્ટ મોડમાં છે.”

પહેલા પણ દિલ્હી પોલીસે કરી છે ક્રિએટિવ ટ્વિટ્સ

દિલ્હી પોલીસ અગાઉ પણ તેની સર્જનાત્મક અને ટ્રેન્ડ સાથે જોડાયેલી પોસ્ટ્સ માટે જાણીતી રહી છે. ફિલ્મો, વેબ સિરીઝ અને મોટી ઘટનાઓના સંદર્ભમાં સુરક્ષાનો સંદેશ આપવાની તેમની શૈલી અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે ભારત-પાકિસ્તાન મેચના બહાને માર્ગ સલામતીનો સંદેશ આપવો લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
Embed widget