નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાને સાથે વણસેલા સંબધોના કારણે ભારતીય સેનાએ રશિયામાં યોજાનારા મલ્ટીનેશનલ એક્સરસાઈઝ (Kavkaz)માંથી પોતાનું નામ પરત ખેંચી લીધી છું. ભારતીય સેનાએ હાલમાં કોઈ કારણ આપ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, એલએસી પર ચીન સાથે મે મહિનાથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે, જેના કારણે ભારતીય સેના, ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધાભ્યાસ કરવા માંગતી નથી.


ઉલ્લેખનીય છે કે, રશિયાના કોકસન રિઝનમાં 15 થી 27 સપ્ટેમ્બર વચ્ચે મલ્ટીનેશનલ એક્સરસાઈઝ, ‘કવકાઝ-2020’ યોજાવાની છે. રશિયાએ આ યુદ્ધાભ્યાસ માટે એસસીઓ એટલે કે શંઘાઈ કોપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશો સહિત પોતાના મિત્ર દેશોની સેનાઓને આમંત્રણ કર્યા હતા. એસસીઓમાં ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાન સહિત કુલ 8 દેશ છે.

ભારતે 15 દિવસ પહેલા જ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેવાની હા પાડી હતી અને પોતાની સૈન્ય ટૂકડીને મોકલવાની જાહેરાત પણ કરી દીધી હતી. ભારતની ત્રણેય સેનાની ટુકડી આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેવા જવાની હતી.

માનવામાં આવી રહ્યું છે કે, ચીની સેના પણ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લઈ રહી છે, તેની ભારતીય સેનાએ કવકોઝ એક્સરસાઈઝમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે.