Avalanchehits Indian Army: સોમવારે (9 ઓક્ટોબર) લદ્દાખમાં ભારતીય સેનાની એક ટીમ માઉન્ટ કુન પાસે હિમસ્ખલનનો ભોગ બની હતી. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર હિમસ્ખલનમાં એક સૈનિકના મોતની માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય લાપતા જવાનોની શોધખોળ ચાલુ છે.
સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ત્રણ સૈનિકો લાપતા છે. તેમણે કહ્યું કે માઉન્ટ કુન પાસે હિમસ્ખલનને કારણે એક સૈનિકનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ લાપતા છે.
સૈનિકો પર્વતારોહણની તાલીમ લેવા ગયા હતા
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ (HAWS) અને આર્મીની આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 જવાનોની ટુકડી માઉન્ટ કુન (લદ્દાખ) નજીક નિયમિત તાલીમ પ્રવૃત્તિઓમાં સામેલ હતી.
તેમણે કહ્યું કે આ પ્રકારના અભ્યાસ આ સિઝન દરમિયાન થતા રહે છે, તેનું લક્ષ્ય "ટ્રેન ધ ટ્રેઈનર" કોન્સેપ્ટ હેઠળ HAWS સહભાગીઓને યોગ્ય પર્વતારોહણ તાલીમ આપવાનું છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે 8 ઓક્ટોબરે ટ્રેનિંગ ક્લાઇમ્બ દરમિયાન સેનાની ટુકડીને ભારે હિમસ્ખલનનો સામનો કરવો પડ્યો હતો.
સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે
તેમણે કહ્યું, "અમારા ચાર સૈન્ય કર્મચારીઓ નીચે ફસાયા હતા. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હજુ પણ ચાલુ છે." તેમણે કહ્યું કે એક ખતરનાક સર્ચ ઓપરેશન દરમિયાન હિમસ્ખલનનો ભોગ બનેલા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, "ખરાબ હવામાન અને ભારે બરફ હોવા છતાં, બરફ હેઠળ ફસાયેલા અન્ય લોકોને શોધવા અને બચાવવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે."