નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં સંપૂર્ણ લોકડાઉનને ધ્યાનમાં રાખતા પૂર્વ રેલવેએ ઘણી સ્પેશ્યલ ટ્રેનો રદ્દ કરી છે. પૂર્વ રેલવેએ પશ્ચિમ બંગાળના કેટલાક સ્ટેશનો પરથી ચાલતી અને ત્યાં પહોંચતી ખાસ ટ્રેનોને રદ્દ કરી દીધી છે.


રેલવે મુજબ પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના સંક્રમણને વધતા જોઈ લોકડાઉનના કારણે ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બંગાળ સરકારે સપ્તાહમાં બે દિવસ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. પૂર્વ રેલવે અનુસાર, 28 જુલાઈએ નવી દિલ્હીથી હાવડા જતી ટ્રેન નંબર 02302 અને 29 જુલાઈએ પરત ફરનારી ટ્રેન નંબર 02301 રદ્દ કરવામાં આવી છે.



રેલવે મુજબ હાવડા-પટના (02203) અને પટના-હાવડા (02204) સ્પેશલ ટ્રેલ 29 જુલાઈએ રદ્દ રહેશે. જ્યારે પટના-શાલીમાર (02214) અને શાલીમાર-પટના (02213) સ્પેશ્યલ ટ્રેન 28 અને 29 જુલાઈએ પાટા પર નહી દોડે.

આજ રીતે 27 અને 29 જુલાઈએ સિયાલદહ-ન્યૂ અલીપુરદુઆર ખાસ ટ્રેન નંબર 02377 રદ્દ કરવામાં આવી છે. આ સિવાય ટ્રેન નંબર 02378 ન્યૂ અલીપુરદુઆર-સિયાલદહ ખાસ ટ્રેન 28 અને 30 જુલાઈએ નહી દોડે. રેલવે મુજબ સિયાલદહ-ભુવનેશ્વર (02201) અને ભુવનેશ્વર-સિયાલદહ (02202) ખાસ ટ્રેન 27 અને 28 જુલાઈએ નહી ચાલે.