શોધખોળ કરો

Railway Rules: ટિકિટ હશે તો પણ દંડ થશે! નેપાળ-બાંગ્લાદેશ બોર્ડરની ટ્રેનોમાં હવે ઓરિજિનલ ID વિના 'નો-એન્ટ્રી'

મુસાફરો સાવધાન: રેલ્વે બોર્ડનો નવો પરિપત્ર જાહેર; સરહદી વિસ્તારોમાં રિઝર્વડ કોચમાં ઓરિજિનલ ઓળખપત્ર બતાવવું ફરજિયાત, અન્યથા 'વગર ટિકિટ' ગણીને ફટકારાશે દંડ.

Indian Railways New Rules 2026: જો તમે આગામી દિવસોમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, ખાસ કરીને દેશના સરહદી વિસ્તારોમાં, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. 'ભારતીય રેલ્વે' (Indian Railways) એ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને ગેરકાયદેસર મુસાફરી અટકાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે બાંગ્લાદેશ અને નેપાળને અડીને આવેલા બોર્ડર વિસ્તારોમાં દોડતી ટ્રેનોમાં 'રિઝર્વડ ટિકિટ' (Reserved Ticket) પર મુસાફરી કરવી પહેલા જેટલી સરળ રહેશે નહીં.

રેલ્વે મંત્રાલયે આ રૂટ પર 'આઈડી વેરિફિકેશન' (ID Verification) ફરજિયાત અને કડક બનાવી દીધું છે. રેલ્વે બોર્ડે 4 February, 2026 ના રોજ તમામ ઝોનલ રેલ્વેને એક કડક પરિપત્ર પાઠવ્યો છે. આ નવા નિયમ મુજબ, રિઝર્વડ ક્લાસ (સ્લીપર કે એસી) માં મુસાફરી કરતા ગ્રુપમાંથી ઓછામાં ઓછા એક મુસાફરે પોતાનું 'ઓરિજિનલ આઈડી' (Original ID) બતાવવું ફરજિયાત રહેશે.

જો મુસાફર ચેકિંગ દરમિયાન આઈડી બતાવવામાં નિષ્ફળ જશે, તો તેમની પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતાં આખા ગ્રુપને 'વગર ટિકિટ' (Ticketless) મુસાફરી કરતા ગણવામાં આવશે. આવા કિસ્સામાં રેલ્વે એક્ટ મુજબ તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડ્યે મુસાફરી અટકાવી પણ શકાય છે.

તારીખ 6 February, 2026 ના રોજ જાહેર કરાયેલા અન્ય એક સર્ક્યુલરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નિયમોનું પાલન 'આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારો' (International Border Areas) માં સૌથી વધુ કડક રીતે કરાવવું. આમાં મુખ્યત્વે ભારત-નેપાળ અને ભારત-બાંગ્લાદેશ બોર્ડરને જોડતા રેલ્વે સ્ટેશનો અને રૂટનો સમાવેશ થાય છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ઘૂસણખોરી, નકલી ટિકિટો અને સુરક્ષાના જોખમોને ડામવાનો છે.

માત્ર સામાન્ય મુસાફરો જ નહીં, પરંતુ વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ કે અન્ય 'સ્પેશિયલ ક્વોટા' (Special Quota) હેઠળ ટિકિટ બુક કરાવનારાઓએ પણ ચેકિંગ દરમિયાન સાવચેત રહેવું પડશે. તેમણે પોતાની પાત્રતા સાબિત કરતા અસલ દસ્તાવેજો રજૂ કરવા પડશે, માત્ર ઝેરોક્સ કે ફોટો કોપી ચાલશે નહીં.

યાત્રા દરમિયાન કોઈપણ મુશ્કેલીથી બચવા માટે મુસાફરોએ નીચેનામાંથી કોઈ એક ઓરિજિનલ આઈડી સાથે રાખવું જરૂરી છે. જેમાં આધાર કાર્ડ (Aadhaar Card), વોટર આઈડી (Voter ID), પાસપોર્ટ (Passport), પાન કાર્ડ (PAN Card), ડ્રાઇવિંગ લાયસન્સ, કેન્દ્ર કે રાજ્ય સરકારનું આઈડી, રાષ્ટ્રીયકૃત બેંકની ફોટો પાસબુક અથવા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ/કોલેજનું માન્ય આઈડી કાર્ડ માન્ય ગણાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Advertisement

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ
e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ
Embed widget