Continues below advertisement

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. રેલવેના તત્કાલ બુકિંગમાં કાળાબજાર અને એજન્ટ રાજને ડામવા માટે ઓટીપી સિસ્ટમ શરૂ કરાઈ છે. ઓનલાઈન રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બૂક કરાવતી વખતે મુસાફરોના મોબાઈલમાં એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે. આ પાસવર્ડ દાખલ કરાયા બાદ જ ટિકિટ જાહેર થશે. અમદાવાદ વિભાગની સાબરમતી-જમ્મૂ તાવી એક્સપ્રેસ, અસારવા-ઈન્દોર વીરભૂમિ એક્સપ્રેસ અને અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસમાં આજથી આ વ્યવસ્થા અમલી બની છે. આ અગાઉ 5 ડિસેમ્બરથી રાજધાની, દૂરંતો, વંદે ભારત, શતાબ્દી જેવી પાંચ ટ્રેનમાં તત્કાલ બુકિંગમાં ઓટીપી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આમ અમદાવાદ વિભાગની કુલ આઠ ટ્રેનમાં હવે તત્કાલ બૂકિંગ ઓટીપી મારફતે જ થઈ શકશે.

વધારે સામાન પર ચૂકવવો પડશે ચાર્જ

Continues below advertisement

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ નિર્ધારિત ફ્રી અલાઉન્સ મર્યાદાથી વધારે માલસામાન લઈ જવા પર હવે ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કરી હતી. હાલમાં ટ્રેનના ડબ્બાની અંદર યાત્રીઓ પોતાની સાથે સામાન લઈ જવા માટે ક્લાસને આધારે મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.. સેકન્ડ ક્લાસમાં યાત્રા કરનાર યાત્રીઓ માટે 35

કિલો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે અને 70 કિલો સુધીનો સામાન ચાર્જ ચૂકવીને લઈ જઈ શકાય છે. સ્લીપર ક્લાસના યાત્રીઓ માટે ફ્રી એલાઉન્સ 40 કિલો છે અને મહત્તમ 80 કિલો છે..એસી થ્રી ટાયર અથવા ચેર કારમાં યાત્રા કરનારા યાત્રીઓને 40 કિલોનું ફ્રી એલાઉન્સ મળે છે. જે મહત્તમ લીમીટ છે. ફર્સ્ટ ક્લાસ અને એસી ટુ ટાયરના યાત્રીઓ માટે 50 કિલો સામાન મફત લઈ જવાની મંજૂરી છે અને મહત્તમ લીમીટ 100 કિલો છે. એસી ફર્સ્ટ ક્લાસના યાત્રી 70 કિલો સામાન મફતમાં લઈ જઈ શકે છે. જ્યારે 150 કિલો સુધી ચાર્જ આપીને લઈ જઈ શકાય છે.

વૈષ્ણવે કહ્યું હતું કે, "હાલમાં, મુસાફરો દ્ધારા કોચની અંદર કેટલો સામાન લઈ જઈ શકાય છે તેની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે." રેલવે મંત્રી દ્વારા તેમના લેખિત જવાબમાં શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સેકન્ડ ક્લાસના મુસાફરોને 35 કિલો સુધીનો સામાન મફતમાં અને 70 કિલો સુધીનો સામાન ફી આપીને લઈ જવાની મંજૂરી છે.