Indian Railways: આ પહેલા પણ મધ્ય રેલવેએ 112 સ્પેશિયલ ટ્રેન(train) અને 42 સ્પશિયલ ટ્રેનોની જાહેરાત કરી હતી. પહેલાથી જાહેરાત કરાયેલી આ ટ્રેન સિવાય પણ અલગ અલગથી નવી ટ્રેન ચલાવવાં આવશે.


રેલવે તરફથી સતત રેલવે સેવા વધારવામાં આવી રહી છે. ફેસ્ટિવલની શરૂઆત થઇ ગઇ છે. જેથી રેલવે નવી 100 ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આવનાર સમયમાં ગણેશ ઉત્સવ, નવરાત્રિ, દુર્ગાપૂજા, દિવાળી જેવા મોટા તહેવાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવનની ધામધૂમ હોય છે. આ રીતે દરેક સ્ટેટમાં અલગ અલગ તહેવારનું મહત્વ છે. જેથી એક સ્ટેટથી બીજા સ્ટેટમાં જવા માટે લોકોને સરળતા રહે તેથી રેલવે 100 ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જે 10 દિવસ બાદ શરૂ થશે.


આ પણ વાંચો:મોંઘવારીનો મોટો ઝાટકો ! LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલી છે કિંમત


રિપોર્ટ મુજબ આ નવી શરૂ થનાર મોટાભાગની ટ્રેન 10 સપ્ટેમ્બરથી જ શરૂ થશે. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ દરમિયાન નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, મધ્ય રેલવે મહારાષ્ટ્રમાં  કોંકણ વિસ્તારની અને ગણેશ ઉત્સવની ભીડને ધ્યાનમાં રાખીને 63 વધુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પહેલા પણ મધ્ય રેલવેએ 112 સ્પેશિયલ ટ્રેન (special train) અને 42 સ્પશિયલ ટ્રેનોની જાહેરાત કરી હતી. પહેલાથી જાહેરાત કરાયેલી આ ટ્રેન સિવાય પણ અલગ અલગથી નવી ટ્રેન ચલાવવાં આવશે.


01257  સ્પેશિયલ લોકમાન્ય તિલક ટર્મિનસથી પ્રત્યેક શનિવાર, મંગળવાર અને ગુરૂવારે આ ટ્રેન દોડશે. 01258 સાવંતવાડી રોડ પ્રત્યેક સોમવારે, બુધવાર અને શુક્રવાર 6 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રે 11.30એ પ્રસ્થાન કરીને આગલા દિવસે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે. ઉપરાંત પનવેલ સાવંતવાડી રોડ 5થી 15 સપ્ટેમ્બર સુધી રવિવાર, સોમ અને બુધ, શુક્ર  દોડશે. જે પનવેલથી 11.55 વાગ્યે પ્રસ્થાન કરીને તે જ દિવસે 11.50 વાગ્યે સાવંતવાડી રોડ પહોંચશે.  દાદર રત્નાવલી સ્પેશિયલ ટ્રેન (special train)01263 4,5,6, અને  9 સપ્ટેમ્બર 2021એ દાદરથી 08.15 વાગ્યે પ્રસ્થાન કરશે,અને તે જ દિવસે 16.50 રત્નાગીરી પહોચશે.