શોધખોળ કરો

ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત

INS વિશાખાપટ્ટનમ અને હેલિકોપ્ટર્સની કડક સુરક્ષા વચ્ચે કેપ્ટન સુખજીત સિંહ 27 ક્રૂ મેમ્બર્સ સાથે જહાજ મુન્દ્રા લાવ્યા; અહીં 20 હજાર મેટ્રિક ટન ગેસ ઉતારીને જહાજ મેંગલોર જશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • LPG નો જથ્થો લઈને 'શિવાલિક' જહાજ મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું.
  • વડાપ્રધાન મોદીની કૂટનીતિ અને ઈરાન સાથેના સંપર્કથી શક્ય બન્યું.
  • 20,000 મેટ્રિક ટન ગેસ ભારતના અડધા દિવસની ખપત પૂરી કરશે.
  • 22 ભારતીય જહાજો અને 611 ખલાસીઓ હજુ પણ ફસાયેલા છે.

ગુજરાત સહિત આખા દેશમાં ગેસના પુરવઠાને લઈને ઊભા થયેલા સંકટ વચ્ચે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. પર્શિયન ગલ્ફ (હોર્મુઝની ખાડી) માં ફસાયેલા ભારતીય જહાજોમાંથી LPG નો મસમોટો જથ્થો લઈને ઈન્ડિયન શિપિંગ કોર્પોરેશનનું પ્રથમ જહાજ 'શિવાલિક' આખરે સલામત રીતે કચ્છના મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળ વિદેશનીતિ અને ભારત સરકારના ઈરાન સાથેના સતત સંપર્કના કારણે આ શક્ય બન્યું છે. આ જહાજ મુન્દ્રામાં 20,000 મેટ્રિક ટન ગેસ ખાલી કરશે, જે હિન્દુસ્તાનની અડધા દિવસની ગેસની ખપત પૂરી કરવા માટે પૂરતો છે. રાજ્ય વિધાનસભા ગૃહમાં પણ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ખુશખબર આપીને જણાવ્યું હતું કે પીએમ મોદીની કૂટનીતિના કારણે જ આ જહાજ ગુજરાતની ધરતી પર પહોંચી શક્યું છે.

કડક સુરક્ષા વચ્ચે મુન્દ્રા પહોંચ્યું શિવાલિક

સોમવારે સાંજે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચેલા આ જહાજને લાંગરવાની (પાર્ક કરવાની) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેપ્ટન સુખજીત સિંહના નેતૃત્વમાં કુલ 27 ક્રૂ મેમ્બર્સ આ 'શિવાલિક' જહાજને લઈને આવ્યા છે. રસ્તામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નૌસેનાના યુદ્ધ જહાજ 'INS વિશાખાપટ્ટનમ' દ્વારા શિવાલિકને ખાસ એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આકાશમાંથી 'ચેતક' અને 'MH-60R' હેલિકોપ્ટરે પણ સતત જહાજ પર ચાંપતી નજર રાખીને સુરક્ષા પૂરી પાડી હતી.

માલ ઉતારવાની તમામ તૈયારીઓ પૂર્ણ, હવે જશે મેંગલોર

શિપિંગ મંત્રાલયના અધિકારી રાજેશ સિંહાએ માહિતી આપી હતી કે, જહાજ મુન્દ્રા પહોંચે તે પહેલાં જ પોર્ટ પર પેપરવર્ક અને અન્ય તમામ વ્યવસ્થાઓ પૂરી કરી લેવાઈ હતી, જેથી ગેસ ઉતારવામાં સહેજ પણ વિલંબ ન થાય. અહીં 20,000 મેટ્રિક ટન જથ્થો ડિસ્ચાર્જ કર્યા પછી શિવાલિક જહાજ મેંગલોર તરફ રવાના થશે. શિવાલિક અને નંદા દેવી બાદ આવતીકાલે 'જંગ લાડકી' નામનું ક્રૂડ ઓઇલ ટેન્કર પણ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચશે.

ભારતની કૂટનીતિની કમાલ: ઈરાને નિભાવી દોસ્તી

ઉલ્લેખનીય છે કે, હોર્મુઝ સ્ટ્રેટ (ખાડી) માં કુલ 24 ભારતીય ધ્વજવાળા જહાજો ફસાયેલા હતા. જ્યારે દુનિયાના અન્ય દેશો સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતે ઈરાન સાથે પોતાની મિત્રતા અને કૂટનીતિનો ઉપયોગ કર્યો હતો. પરિણામે, ઈરાને ભારતને મોટી રાહત આપતા 'શિવાલિક' અને 'નંદા દેવી' નામના બે જહાજોને 14 માર્ચે ત્યાંથી નીકળવાની ખાસ પરવાનગી આપી હતી. આ બંને જહાજો મળીને કુલ 92,700 ટન LPG લઈને આવી રહ્યા છે.

હજુ 22 જહાજો અને 611 ખલાસીઓ ફસાયેલા છે

જોકે, સંકટ હજુ સંપૂર્ણપણે ટળ્યું નથી. રાજેશ સિંહાના જણાવ્યા અનુસાર, હોર્મુઝની ખાડીના પશ્ચિમ ભાગમાં હજુ પણ 22 ભારતીય જહાજો ફસાયેલા છે, જેમાં 611 ભારતીય ખલાસીઓ (ક્રૂ મેમ્બર્સ) સવાર છે. ફસાયેલા આ 22 જહાજોમાંથી 6 જહાજો LPG ના અને 1 LNG નું છે. આ ઉપરાંત 4 ક્રૂડ ઓઇલ ટેન્કર, 1 કેમિકલનું જહાજ, 3 કન્ટેનર જહાજ અને 2 બલ્ક કેરિયર છે. બાકીના જહાજોમાંથી 1 ડ્રેજર અને 1 સાવ ખાલી જહાજ છે. જ્યારે અન્ય 3 જહાજો ડ્રાય ડોકમાં છે, એટલે કે તેઓ તેમના નિયમિત રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે ત્યાં રાખવામાં આવ્યા છે.

Frequently Asked Questions

પર્શિયન ગલ્ફમાંથી LPG નો જથ્થો લઈને કયું જહાજ કચ્છના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું?

પર્શિયન ગલ્ફમાંથી LPG નો મોટો જથ્થો લઈને ઈન્ડિયન શિપિંગ કોર્પોરેશનનું પ્રથમ જહાજ 'શિવાલિક' કચ્છના મુન્દ્રા પોર્ટ પર સલામત રીતે આવી પહોંચ્યું છે.

શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પર કેટલો LPG નો જથ્થો ખાલી કરશે?

શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પર 20,000 મેટ્રિક ટન ગેસ ખાલી કરશે, જે ભારતની અડધા દિવસની ગેસની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો છે.

શિવાલિક જહાજને સુરક્ષા પૂરી પાડવા માટે કયા જહાજો અને હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

શિવાલિક જહાજને નૌસેનાના યુદ્ધ જહાજ 'INS વિશાખાપટ્ટનમ' દ્વારા ખાસ એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આકાશમાંથી 'ચેતક' અને 'MH-60R' હેલિકોપ્ટરે પણ સુરક્ષા પૂરી પાડી હતી.

હાલમાં પર્શિયન ગલ્ફમાં કેટલા ભારતીય જહાજો અને ખલાસીઓ ફસાયેલા છે?

હાલમાં પર્શિયન ગલ્ફના પશ્ચિમ ભાગમાં 22 ભારતીય જહાજો ફસાયેલા છે, જેમાં 611 ભારતીય ખલાસીઓ સવાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થયું, જાણો કેટલા મત તરફેણમાં અને કેટલા વિરોધમાં પડ્યા 
મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થયું, જાણો કેટલા મત તરફેણમાં અને કેટલા વિરોધમાં પડ્યા 
Women Reservation Bill 2026: કોંગ્રેસે મહિલાઓના અધિકારો છીનવી લીધા: અમિત શાહ
Women Reservation Bill 2026: કોંગ્રેસે મહિલાઓના અધિકારો છીનવી લીધા: અમિત શાહ
મોટી મુસીબતમાં ફસાઈ શકે છે રાહુલ ગાંધી, બેવડી નાગરિકતાના મામલે હાઈકોર્ટે આપ્યો તપાસનો આદેશ, નોંધાઈ શકે છે FIR
મોટી મુસીબતમાં ફસાઈ શકે છે રાહુલ ગાંધી, બેવડી નાગરિકતાના મામલે હાઈકોર્ટે આપ્યો તપાસનો આદેશ, નોંધાઈ શકે છે FIR
Weather Update: દેશના 13 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, 70 KM ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગનું એલર્ટ  
Weather Update: દેશના 13 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, 70 KM ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગનું એલર્ટ  
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં પોલીસ કર્મચારી પર દારૂના નશામાં છાકટો બન્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | માલામાલ 'પાર્ટી'|
Hun To Bolish | હું તો બોલીશ | સભાઓ કરો પણ સમસ્યાઓ તો ઉકેલો!
Jayrajsinh Jadeja: ગોંડલની સભામાં જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ પર પ્રહાર
DyCM Harsh Sanghavi: લુખ્ખા ટપોરીઓ બાદ હવે બીજાનો વારો છેઃDyCM ની વિપક્ષના નેતાઓને મોટી ચેતવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં 22 એપ્રિલ સુધી ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
Gujarat Weather: રાજ્યમાં 22 એપ્રિલ સુધી ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે, અમેરિકાએ વધારી છૂટ, હોર્મુઝ સંકટ વચ્ચે મોટો નિર્ણય
ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે, અમેરિકાએ વધારી છૂટ, હોર્મુઝ સંકટ વચ્ચે મોટો નિર્ણય
GT vs KKR Highlights: ગુજરાત ટાઈટન્સે કોલકાતાને 5 વિકેટથી હરાવ્યું, ગિલની શાનદાર અડધી સદી 
GT vs KKR Highlights: ગુજરાત ટાઈટન્સે કોલકાતાને 5 વિકેટથી હરાવ્યું, ગિલની શાનદાર અડધી સદી 
મોટા સમાચાર! હોર્મુઝ સ્ટ્રેટ 49 દિવસ બાદ ખુલ્યું, ઈરાનના વિદેશ મંત્રીની મોટી જાહેરાત 
મોટા સમાચાર! હોર્મુઝ સ્ટ્રેટ 49 દિવસ બાદ ખુલ્યું, ઈરાનના વિદેશ મંત્રીની મોટી જાહેરાત 
મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થયું, જાણો કેટલા મત તરફેણમાં અને કેટલા વિરોધમાં પડ્યા 
મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થયું, જાણો કેટલા મત તરફેણમાં અને કેટલા વિરોધમાં પડ્યા 
Gold Silver: ચાંદી ₹5,700 સસ્તી થઈ, સોનાની કિંમતમાં પણ ફેરબદલ, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદી ₹5,700 સસ્તી થઈ, સોનાની કિંમતમાં પણ ફેરબદલ, જાણો લેટેસ્ટ કિંમત 
Tomato Health Benefits: ટામેટા ખાવાથી સ્વાસ્થ્યને થશે આ ચોંકાવનારા લાભ, જાણી લો

Embed widget