Operation Ganga : ભારત સરકારનું 'ઓપરેશન ગંગા' હવે પુર ઝડપે ચાલી રહ્યું છે અને યુક્રેનમાં ફસાયેલા કુલ 20 હજાર ભારતીયોમાંથી 13 હજાર સ્વદેશ પરત ફર્યા છે. પરંતુ અત્યારે પણ સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લાવવા એક પડકાર સમાન છે, કારણ કે આ વિસ્તારમાં બે સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં માત્ર 700 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પડકાર નથી, પરંતુ બોર્ડર પર ફસાયેલા વિદ્યાર્થીઓને જીવનું જોખમ પણ છે.
ભારતીય વિદ્યાર્થીઓને ખાર્કિવમાંથી કાઢવામાં આવ્યા
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય વિદ્યાર્થીઓને ખાર્કિવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. દરેકનું પિસોચિનમાંથી બચાવી રેસ્ક્યુ કરવામાં આવશે. હવે સરકારનું ધ્યાન સુમી પર જ છે. તેના માટે સરકાર ઘણા વિકલ્પો પર વિચાર કરી રહી છે, પરંતુ સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે વિદ્યાર્થીઓ તણાવમાં છે, પરંતુ સલામત સ્થળે છે. આ રાહતની વાત છે. સરકાર સતત તેમના સંપર્કમાં છે.
આજે પણ 13 ફ્લાઈટ દ્વારા સેંકડો વિદ્યાર્થીઓ વતન પરત આવશે
સુમી ઉપરાંત સરહદી દેશો જ્યાંથી ભારતીય વિદ્યાર્થીઓ પહોંચે છે ત્યાથી ભારતીય વિદ્યાર્થીઓને લાવવાનું કામ હવે તેજ ગતિએ ચાલી રહ્યું છે. આજે પણ સેંકડો વિદ્યાર્થીઓ 13 ફ્લાઈટ દ્વારા વતન પરત આવવાના છે. સવારે યુક્રેનથી 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન હંગેરીના બુડાપેસ્ટથી દિલ્હી પહોંચ્યું.
'ઓપરેશન ગંગા' દ્વારા ભારતીયોનું રેક્સ્યૂ
- અત્યાર સુધીમાં લગભગ 13 હજાર ભારતીયો 63 ફ્લાઈટ દ્વારા વતન પહોંચ્યા છે.
- 11 માર્ચ સુધી કુલ 100 ફ્લાઈટ્સનું શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું છે.
- એરફોર્સ સાથે 6 ખાનગી કંપનીઓના એરક્રાફ્ટ પણ સામેલ હતા.
- ભારત સરકારે 26 ફેબ્રુઆરીથી ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું.