સૂચના અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે 48 કલાકનો પ્રતિબંધ લગાવતા કહ્યું હતું કે, આ પ્રકારના રિપોર્ટીંગથી દ્વેષભાવ વધી શકે છે. ચેનલોને શરૂઆતમાં કારણ દર્શાવો નોટિસ જારી કરવામાં આવી હતી અને તેનો જવાબ દાખલ કર્યા બાદ મંત્રાલયને લાગ્યું કે કેબલ ટીવી નેટવર્ક કાયદો, 1995 અંતર્ગત નિર્ધારિત કાર્યક્રમ સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
મંત્રાલયે દેશભરમાં કોઈ પણ પ્લેટફોર્મથી બન્ને ચેનલોના પ્રસારણ તથા પુન:પ્રસારણ પર 6 માર્ચના રોજ સાડા સાત વાગ્યાતી આઠ માર્ચ સુધી સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો.
પ્રતિબંધ લગાવ્યા બાદ કેન્દ્રના આ કાર્યવવાહીની ટીકા કરતા માકપાના રાજ્ય સચિવ કોડિયેરી બાલકૃષ્ણએ આરોપ લગાવ્યો હતો કે આ મીડિયા પર નિયંત્રણ કરવાનો પ્રયાસ છે. જ્યારે કૉંગ્રેસ નેતા રમેશ ચેન્નિથલાએ તેને પ્રેસની આઝાદી વિરુદ્ધ અને ગેરબંધારણીય ગણાવ્યું હતું.