કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે મંગળવારે ડેંગ્યુના દર્દીઓને જોવા અને વોર્ડનું નિરીક્ષણ કરવા PMCH પહોંચ્યા હતા. અશ્વિની ચૌબે વોર્ડનું નિરીક્ષણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ તેમના પર શાહી ફેંકવામાં આવી હતી. ચૌબે પર શાહી ફેંક્યા પછી આરોપી યુવક ફરાર થઈ ગયો હતો. જોકે તેને ભાગવામાં સફળતા મળી નહતી અને સુરક્ષા કર્મીઓએ તેને પકડી લીધો હતો.
અશ્વિની ચૌબેએ આ ઘટના પર નિવેદન આપતા કહ્યું, આ એ લોકો જ છે જેઓ ગુનાહિત પ્રવૃતિઓમાં સંકળાયેલા હોય છે. પટનામાં પાણી ભરાઇ જવાથી શહેરમાં રોગચાળો ફેલાઇ રહ્યો છે. રવિવાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 177 દર્દીઓની ઓળખ થઈ હતી. તે જ સમયે, ચિકનગુનિયાના 17 કેસ નોંધાયા છે.