નવી દિલ્હી: આમ તો દરેક વર્ષે સ્વતંત્રતા દિવસને લઈને દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે મામલો ગંભીર છે. આઈબી અને ઈંટેલિજેંસ ઈનપુટના મતે પાકિસ્તાનની ખાનગી એન્જસી આઈએસઆઈના ખૂંખાર આતંકી સગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદની સાથે મળીને સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર પીએમ મોદીને ડ્રોન હુમલો કરવાનું કાવતરું ઘડ્યું છે.

એક અગ્રણી અંગ્રેજી અખબારના મતે પીએમ મોદી પર હુમલાની જાણકારી મળતા પીએમની સુરક્ષામાં લાગેલા સુરક્ષા અધિકારીઓએ ઉચ્ચ સ્તરની મીટિંગ બોલાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી ઉભા રહીને વડાપ્રધાન દ્ધારા દેશને સંબોધિત કરવાની પરંપરા રહી છે. જો કે, તેમની ચારે બાજુ બુલેટપ્રૂફ કાચની સુરક્ષા કવચ હોય છે પરંતુ આ વખતે હુમલો સામેથી નહીં પરંતુ ડ્રોન મારફતે થવાની આશંકા સેવવામાં આવી રહી છે. એવામાં વડાપ્રધાનની સુરક્ષામાં લાગેલા એસપીજી એટલે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપે પીએમની સુરક્ષા માટે ખાસ રણનીતિ બનાવવામાં આવી છે.