Ballistic Missile Agni 4 Successfully Tested: પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ અગ્નિ- 4 મિસાઈલ  (Missile Agni 4) નું  સ્ટ્રેટેઝિક ફોર્સ કમાન્ડ (SFC) એ સોમવારે સફળ પરીક્ષણ કર્યું.  ઈન્ટરમીડિએટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ (Intermediate Range Ballistic Missile) નું આ ટેસ્ટ ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ દ્રીપથી કરવામાં આવ્યું હતું. 



રક્ષામંત્રાલય પ્રમાણે આ પરીક્ષણ સાંજે આશરે સાડા સાત કલાકે કરવામાં આવ્યું. નિવેદન પ્રમાણે અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારતની વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધક ક્ષમતાની નીતિની પુષ્ટિ કરે છે. જાણકારી પ્રમાણે આ મિસાઇલ 4 હજાર કિલોમીટર સુધીનું લક્ષ્ય ભેદવામાં સક્ષમ છે અને તે પરમાણુ હથિયારને પણ લઈ જઈ શકે છે. અગ્નિ-4નું પરીક્ષણ સાંજે 7.30 કલાકે કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રક્ષેપણ અગ્નિ મિસાઈલના ઓપરેશનલ પરિમાણો તેમજ મિસાઈલ સિસ્ટમની વિશ્વસનીયતા દર્શાવે છે.


અગ્નિ-4 એ અગ્નિ-શ્રેણીની ચોથા-વર્ગની મિસાઈલ છે, જેને DRDO દ્વારા વિકસાવવામાં આવી છે અને તેની રેન્જ લગભગ 4000 કિમી છે. આ મિસાઈલ SFCના  સ્ટોરનો ભાગ છે. SFC એ દેશની ટાઈ-સર્વિસ એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીની સંયુક્ત કમાન્ડ છે જે સીધી PMO એટલે કે વડાપ્રધાન કાર્યાલય (PMO) હેઠળ છે. SFCની જવાબદારીમાં દેશના પરમાણુ શસ્ત્રો અને અન્ય વ્યૂહાત્મક શસ્ત્રોની સંભાળનો સમાવેશ થાય છે.