આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પરના પ્રતિબંધને વધુ એક મહિના માટે લંબાવાયો, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Jul 2020 10:30 PM (IST)
કોરોના વાયરસના કેસના કારણે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ પરના પ્રતિબંધોને વધુ એક મહિના માટે લંબાવી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસના કારણે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ પરના પ્રતિબંધોને લંબાવી દેવામાં આવ્યો છે. ડીજીસીએ શુક્રવારે જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પરના પ્રતિબંધોને 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવાયો છે. અગાઉ આ પ્રતિબંધ 31 જૂલાઈ સુધી લાગુ હતો. ડીજીસીએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ પ્રતિબંધ કારગો ફ્લાઈટ અને ડીજીસીએના વિશેષ અનુમતિ પ્રાપ્ત ફ્લાઈટ પર લાગુ પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ અને ડોમેસ્ટિક ફ્લાઈટ પર 23 માર્ચથી પ્રતિબંધ છે. દેશમાં 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા શરુ કરવામાં નથી આવી.