INX મીડિયા કેસ: ચિદમ્બરમના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર, 30 ઓગસ્ટ સુધી રહેશે જેલમાં
abpasmita.in | 26 Aug 2019 05:48 PM (IST)
આઈએનએક્સ મીડિયા કેસમાં કૉંગ્રેસના નેતા પી ચિદમ્બરમના સીબીઆઈ કોર્ટે 30 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પહેલા આઈએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી થોડી રાહત મળી હતી.
નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં કૉંગ્રેસના નેતા પી ચિદમ્બરમના સીબીઆઈ કોર્ટે 30 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પહેલા આઈએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી થોડી રાહત મળી હતી. ઈડીની ટીમ ચિદમ્બરમની ધરપકડ કરવા માંગતી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આજે રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટમાં મંગળવારે પણ સુનાવણી થશે. ચિદમ્બરમ હવે 30 ઓગસ્ટ સુધી જેલમાં રહેશે. પી ચિદમ્બરમને 30 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા પહેલા કપિલ સિબ્બલને પી ચિદમ્બરમના પક્ષમાં કોર્ટમાં કહ્યુ કે જો કોર્ઠની પ્રક્રિયાનુ સમ્માન નથી તો ચિદમ્બરને તાત્કાલિક છોડી મુકવા જોઈએ. 4 દિવસની અંદર સીબીઆઈએ શું કર્યું ? કપિલ સિબ્બલે પુછપરછને લઈને પણ સવાલ ઉઠાવતા કહ્યું તમારી પાસે કોઈ દસ્તાવેજ છે દેખાડવા માટે? કઈ હોય તો કોર્ટને દેખાડો અને જો પૈસા સાથે જોડાયેલ કંઈ હોય તે કોર્ટમાં બતાવો. નોંધનીય છે કે સીબીઆઇએ 21 ઓગસ્ટને બુધવારની રાત્રે ચિદંબરમની તેમના ઘરેથી અટકાયત કરી હતી. સીબીઆઇનો આ કેસ ઇન્દ્રાણી મુખર્જીના પુરાવા અને કેસ ડાયરી પર આધારિત છે. ચિદંબરમ મામલામાં આખી કોગ્રેસ તેમની સાથે જોવા મળી રહી છે.