વર્કપ્લેસ પર મહિલા સામે તાકીને જોવું એ ગુનો છે? બોંબ હાઇકોર્ટેનો આપ્યો મોટો ચુકાદો
Bombay High Court verdict: એક કંપનીમાં કામ કરતી મહિલાએ તેમના સહકર્મી પર ગંદી નજરે જોવાનો આરોપ લગાવ્યો હતો,. જાણીએ આ મામલે બોંબે હાઇકોર્ટે શું નિર્ણય સંભળાવ્યો.

બૉમ્બે હાઇકોર્ટે વર્કપ્લેસ પર વર્તન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઓફિસમાં કોઈ મહિલા સહકર્મીનું છાતી તરફ જોયું કે તાકવું નૈતિક રીતે ખોટું અને અપમાનજનક હોઈ શકે છે, પરંતુ તેને ભારતીય દંડ સંહિતા (IPC)ની ધારા 354C હેઠળ ‘વોયરિઝમ’નો ગુનો ગણાવી શકાય નહીં.
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નૈતિકતા અને કાયદા વચ્ચે એક નાજુક રેખા હોય છે અને કાયદાની વ્યાખ્યા તેના નક્કી થયેલા દાયરા બહાર જઈને કરવી નહી. ન્યાયમૂર્તિ અમિત બોરકરે એકલ પીઠે આ ચુકાદો આપ્યો જેમાં મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના કર્મચારી અભિજીત નિગુડકર વિરુદ્ધ દાખલ FIR રદ કરી દીધી. કોર્ટે માન્યું કે ભલે આરોપીનું વર્તન કોઈપણ વ્યવસાયિક વાતાવરણમાં અપમાનજનક રહ્યું હોય, પરંતુ કાનૂની રીતે તેને ‘વોયરિઝમ’’ના દાયરા માં નહિ મુકી શકાય.
સમગ્ર મામલો અને આરોપ
મામલો એક બીમા કંપનીમાં શરૂ થયો હતો. કંપનીની એક મહિલા કર્મચારે પોતાના વરિષ્ઠ સહકર્મી પર ગંભીર આરોપ લગાવ્યા. તે મહિલાએ દાવો કર્યો કે, મીટિંગ્સ દરમિયાન આરોપી તેને ખરાબ રીતે તાકી રહ્યો હતો. આથી વર્કપ્લેસ પર અસહજ મહેસૂસ થતું હતું. કાનૂની કાર્યવાહી શરૂ થાય પહેલા કંપનીની આંતરિક ફરિયાદ સમિતિ (ICC)એ તપાસ કરી હતી. તપાસ પછી ICCએ આરોપી નિગુડકરને ક્લીન ચિટ આપી હતી. છતાં, મામલો પોલીસ સુધી પહોંચ્યો અને IPCની ધારા 354C હેઠળ કેસ દાખલ થયો.
ધારા 354C અને ‘પ્રાઈવેટ કૃત્ય’ની કાનૂની વ્યાખ્યા
હાઇ કોર્ટે કાયદાની ચોકસાઈથી વ્યાખ્યા આપી. કોર્ટે કહ્યું કે IPCની ધારા 354C, એટલે કે ‘વોયરિઝમ’, ખાસ કરીને ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ મહિલાના કોઇ ‘વ્યક્તિગત કૃત્ય’ દરમિયાન તેને જોવે અથવા તેની તસવીરો/વીડિયો બનાવે.
‘અનૈતિકતા છે પરંતુ ગુનો નથી’
જસ્ટિસ બોરકરે સ્પષ્ટ કર્યું કે, ઓફિસના વાતાવરણમાં કોઈને જોવું નૈતિક રીતે તકલીફજનક હોઈ શકે, પરંતુ તે ‘પ્રાઈવેટ’ શ્રેણીમાં નહિ આવે. કોર્ટે ટિપ્પણી કરી કે કાયદાના શબ્દોને તેના મૂળ ભાવનાથી વિભાજિત કરીને કોઈ પર એવું લેબલ ન લગાડવું, જે ગુનાની કાયદેસર શરતો પૂર્ણ ન કરે.





















