નવી દિલ્હી: સેંકડો નિર્દોષોનો મોતનો જવાબદાર અબૂ ઉમર અલ શિશાની માર્યા ગયો છે. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે (આઈએસ) પોતાના ટૉપ કમાંડર અબૂ ઉમર અલ શિશાનીના મોતની સ્પષ્ટતા કરી છે. ISISના અબૂ ઉમર અલ શિશાનીના મોતની સ્પષ્ટતા અમેરિકાએ કરેલા મોતના દાવા પછી ચાર મહિના પછી કર્યો છે.


માર્ચમાંજ અમેરિકાએ ISISના સૌથી ખતરનાક એવા અબૂ ઉમર અલ શિશાનીને મોત ઘાટ ઉતાર્યા હોવાનો દાવો કર્યો છે. અબૂ અલ શિશાની પર અમેરિકાએ 50 લાખ યૂએસ ડૉલરના ઈનામની જાહેરાત કરી હતી. ઈસ્લામિક સ્ટેટના પ્રવક્તાએ એક એન્જસીને અબૂ ઉમર અલ શિશાનીના મોતની સ્પષ્ટતા કરી છે.

માનવામાં આવી રહ્યું છે કે હાલમાં અમેરિકા તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં તેનું મોત થયું છે. આઈએસઆઈએસના ટૉપ કમાંડર અબૂ ઉમર અલ શિશાનીએ આખા વિશ્વમાં પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. અબૂ ઉમર અલ શિશાની દરેક મામલે સૌથી આગળ હતો. 4 માર્ચે સીરિયાઈ શહેર અલ-શદાદીમાં થયેલા અમેરિકી હવાઈ હુમલામાં તે બીજા આતંકીઓની સાથે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અને એક અઠવાડિયા પછી તેના મોતની ખબર સામે આવી હતી. પરંતુ ISISએ આ મામલે ચૂપકીદી સાંધી હતી.

સીરિયામાં માનવાધિકારો માટે કામ કરતી સંસ્થા સીરિયન ઑબ્જર્વેટ્રી ફૉર હ્યુમન રાઈટ્સે તેના મોતની માહિતી આપી હતી. તેના પછી અમેરિકાના ઓફિસરોએ આ માહિતી ઉપર પોતાની સહમતિ બતાવી હતી.