ISRO SSLV-D3 Launch: ISRO એ 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી SSLV-D3 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. આ રોકેટની અંદર એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475 કિમીની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરશે. પહેલા આપણે જાણીએ કે આજનું લોન્ચિંગ ઐતિહાસિક કેમ હતું?










 


ISRO એ 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી SSLV-D3 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. આ રોકેટની અંદર એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475 કિમીની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરશે. પહેલા આપણે જાણીએ કે આજનું લોન્ચિંગ ઐતિહાસિક કેમ હતું?


 ISROનું SSLV-D3 રોકેટ લોન્ચિંગ ઐતિહાસિક એટલા માટે છે કારણ કે તે બે મહત્વપૂર્ણ ઉપગ્રહો EOS-8 અને SR-0 DEMOSATને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મુકવાનું મુખ્ય મિશન છે. SSLVની આ ત્રીજી ઉડાન છે અને તે ભારતના નાના સેટેલાઇટ લોન્ચ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. વધુમાં, EOS-8 અને SR-0 DEMOSAT નું સફળ લોન્ચ અને સંચાલન અવકાશ ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતાને વધુ મજબૂત કરશે, જે વૈશ્વિક અવકાશ સ્પર્ધામાં મહત્વપૂર્ણ યોગદાન છે.


ખેતી, વન્યજીવન, આફતોમાં મદદ મળશે


SSLV-D3 રોકેટ 500 કિગ્રા વજનના ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં અથવા 300 કિગ્રા સુધીના ઉપગ્રહોને સૂર્યની સન સિક્રોનસ ઓર્બિટમાં મોકલી શકે છે. આ ભ્રમણકક્ષાની ઊંચાઈ 500 કિલોમીટરથી વધુ છે. આ લોન્ચિંગમાં તે 475 કિલોમીટરની ઉંચાઈ સુધી પહોંચશે. ત્યાં પહોંચ્યા બાદ તે સેટેલાઇટ છોડી દેશે.


EOS-8 સેટેલાઇટ: તે એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, જેનો હેતુ પૃથ્વીની સપાટી પર નજર રાખવાનો અને મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવાનો છે. તે કૃષિ, વન્યજીવન દેખરેખ, જળ સંસાધન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન જેવી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાં મદદ કરશે.


SR-0 ડેમોસેટ: આ એક નાનો ઉપગ્રહ છે જે પેસેન્જર સેટેલાઇટ તરીકે મોકલવામાં આવી રહ્યો છે. તેનો હેતુ નવા ટેકનિકલ પરીક્ષણો માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.