Weather Update Today: ચોમાસાની શરૂઆતથી જ વરસાદી માહોલ જારી રહ્યો છે. આસામ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં પણ વરસાદ ચાલુ રહેશે. રાજધાની દિલ્હીમાં સોમવાર, 3 જુલાઈએ વીજળી સાથે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હરિયાણાના નાર્નાઉ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.


ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયા છે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના પ્રવેશ સાથે જ ધોધમાર વરસાદ એક સપ્તાહથી વરસી રહ્યો છે. સાયક્લોનિક સરક્યુલેશન તેમજ લો પ્રેશરથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  રાજ્યમાં વરસાદે જૂનાગઢ, જામનગર અને નવસારી તેમજ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે ત્યારે હવે સાબરકાંઠા ત્રણ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ 4થી જુલાઈએ વરસાદની સંભવાન નથી જ્યારે પાંચમી જુલાઈએ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ આગામી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.




યુપીમાં ચોમાસાની શરૂઆતથી જ સતત વરસાદ થઈ રહ્યો છે. IMD અનુસાર, રાજ્યમાં 4 અને 5 જુલાઈએ ફરી એકવાર ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ નદીઓનું સ્તર સતત વધી રહ્યું છે. સોમવાર, 3 જુલાઈએ રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અનેક મુખ્ય માર્ગો સહિત કુલ 126 રસ્તાઓ બંધ છે. ચારધામ યાત્રાને પણ અસર થઈ છે.


બિહારના 12 જિલ્લામાં વરસાદનું એલર્ટ


બિહારમાં છેલ્લા 4-5 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જુલાઈ, સોમવારે રાજ્યમાં હળવા અથવા ભારે વરસાદની શક્યતા છે. IMDએ 12 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મધ્યપ્રદેશમાં પણ છેલ્લા એક-બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થયું નથી. જેના કારણે હળવો વરસાદ પડી રહ્યો છે.


અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળ-માહેના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આંદામાન-નિકોબાર ટાપુઓ, કોસ્ટલ કર્ણાટક અને લક્ષદ્વીપમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.


અહીં તાપમાન નવ ડિગ્રી સુધી વધ્યું 


બીજી તરફ ઝારખંડમાં વરસાદના અભાવે તાપમાન દિન પ્રતિદિન વધી રહ્યું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, છેલ્લા ચાર દિવસમાં રાજધાની રાંચીના તાપમાનમાં નવ ડિગ્રીનો વધારો થયો છે. અન્ય જિલ્લાઓમાં પણ તાપમાન વધી રહ્યું છે. રાજ્યમાં વરસાદના અભાવે લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial