નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના મહામારીના કારણે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવા (Income Tax Return)ની મુદ્દત વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે ગુરુવારે પર્સનલ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદાને બે મહિના લંબાવીને 30 સપ્ટેમ્બર 2021 કરી દીધી છે. આ પહેલા ઈનકમ ટેક્સ ફાઈલ (Income Tax Filing) કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી.
કંપનીઓ માટે સમય મર્યાદા વધારાઈ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કંપનીઓ માટે આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. તેને વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. સીબીડીટીએ એક પરિપત્રમાં કહ્યું હતું કે, કેટલીક સિલેક્ટેડ ટેક્સ કંપનીઓની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જેથી આવકવેરા ભરનારાને આ મહામારીમાં થોડી રાહત મળે.
ઇનકમગ ટેક્સ એક્ટ મુજબ, જેમના એકાઉન્ટ્સના ઓડિટની જરૂર નથી અને જેઓ સામાન્ય રીતે આઇટીઆર ફોર્મ -1 અને આઇટીઆર ફોર્મ -4 દ્વારા ઈનકમટેક્સ જમા કરે છે, તેમની મુદત 31 જુલાઈ છે. જ્યારે કંપનીઓ અને ફર્મ્સ જેમનું એકાઉન્ટ ઓડિટ થાય છે, તેની ડેડલાઈન 31 ઓક્ટબર હોય છે.