નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, રવિવારે સાંજે તંત્રપોરા બ્રાથ ગામમાં શરૂ થયેલી અથડામણ બાદ સુરક્ષાદળોને આ સફળતા મળી છે. અથડામણમાં માર્યા ગયેલા લશ્કરના ટૉપ કમાન્ડર મુદ્દાસિર પંડિત અને અન્ય બે આંતકીઓ સામેલ છે. કાલથી ચાલુ થયેલી અથડામણમાં તે ત્રણ આતંકીઓ જે ત્રણ આતંકીઓને માર્યા છે. 


કાશ્મીરના પોલીસ પ્રમુખ (આઇજી) વિજયકુમારે કહ્યું કે- મુદ્દાસિર પંડિત તાજેતરમાં જ ત્રણ પોલીસકર્મી, બે કોર્પોરેટર અને બે નાગરિકોની હત્યા ઉપરાંત અન્ય આતંકીઓ સાથે સંબંધિત ગુનાઓમાં સામેલ હતો.  


સેના, પોલીસ અને સીઆરપીએફે ચલાવેલુ આ જૉઇન્ટ ઓપરેશન- 
છેલ્લા કેટલાક દિવસોથી સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની સંયુક્ત ટીમ 12 જૂને સોપોરેમાં પોલીસ પર થયેલા આતંકી હુમલા બાદ સોપોરની આસપાસના વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન ચલાવી રહી હતી. આ હુમલામાં બે પોલીસકર્મી અને બે નાગરિકો માર્યા ગયા હતા.  




12 જૂને પોલીસકર્મીઓ પર થયેલા હુમલામાં સામેલ હતો મુદ્દાસિર પંડિત -
પોલીસે હુમલ માટે લશ્કર-એ-તૈયબાનાને જવાબદાર ગણાવ્યુ હતુ. આ પછી વિજયકુમારે સોપોરમાં સેના અને આરપીએફના સીનિયર અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, અને કહ્યું હતુ કે મુદ્દાસિર પંડિત 12 જૂને પોલીસકર્મીઓ પરના હુમલામાં સામેલ બે સ્થાનિક આંતકીઓમાં સામેલ હતો. 


10 લાખનુ ઇનામ જાહેર કર્યુ હતુ -  
પોલીસે હુમલામાં સોપોરના રહેવાસી ફયાઝ અહેમદ વાર અને મુદ્દાસીર પંડિતના આખા સોપોર શહેરમાં ઠેર ઠેર પૉસ્ટરો લગાવડાવ્યા હતા. આ બન્નેના ફોટાની સાથે ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. પોલીસે મુદ્દાસીર અને ફયાઝના ઉપર 10-10 લાખનુ ઇનામ જાહેર કર્યુ હતુ.