નવી દિલ્લીઃ સમગ્ર દેશમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. ત્યારે અનેક રાજ્યોમાં પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે, ત્યારે વધુ એક રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે રાજ્યના તમામ 20 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરી દેવાયો છે. આ કર્ફ્યૂ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. પૂર્વ જિલ્લા મેજિસ્ટ્રેટે સંક્રમણને પગલે નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્દેશ કર્યો હતો. 


રાત્રિ કર્ફ્યૂના સમયે રાતના 10 લાગ્યાથી સવાર સુધી નિર્ધારિત હતા. મુખ્ય સચિવ ડો.  અરુણ કુમાર મેહતાની અધ્યક્ષતામાં બુધવારે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંક્રમણ દર વધવા પર નિર્ણય લેવાયો હતો. રાત્રિ કર્ફ્યૂને બુધવારથી આવતા આદેશ સુધી અમલમાં મુકી દીધો છે.આ પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ સંબંધિત જિલ્લામાં કોરોના મામલાનો દર જોતા રાત્રિ કર્ફ્યૂનો સમય નક્કી કરતા હતા. જેમાં મોટા ભાગના જિલ્લામાં 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો સમય રહેતો હતો. કર્ફ્યૂના પ્રતિબંધો છતાં આવરજવર પર વધારે અસર નહોતી પડી. સંક્રમણના વધતા કેસને જોતા ખાસ કરીને વધારે અસરગ્રસ્ત જિલ્લા જમ્મુ, શ્રીનગર સહિત અન્ય કેટલાક જિલ્લામાં કડકાઈની તૈયારી શરુ થઈ ગઈ છે.


નાઇટ કર્ફ્યૂને પગલે બજારો, વ્યાપારિક સંગઠનોને હવે 9 વાગ્યાની પહેલા જ બંધ કરવું પડશે. આ પહેલા રાતે સાડા 10 વાગ્યાથી વધારે સમય સુધી પ્રતિષ્ઠાન ગતિવિધિઓ જારી રહેતી હતી. બેઠકમાં સ્વાસ્થ્ય તથા ચિકિત્સા શિક્ષા વિભાગ અનુસાર મુખ્ય સચિવ વિવેક ભારદ્વાજે જમ્મુ કાશ્મીરમાં કોરોના સંક્રમણની હાજરી સ્થિતિ અંગે જાણકારી આપતા પ્રતિબંધો વધારવાની ભલામણ કરી હતી. કોવિડ વિશેષજ્ઞ પહેલા જ પ્રદેશમાં આગામી સંક્રમણ દરમાં તેજી આવવાની ચેતવણી આપી ચૂક્યા છે. 


દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 90 હજાર 928 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 325 લોકો મૃત્યુ પામ્યા હતા. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.


ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો દેશમાં કેસની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 797 અને 465 કેસ છે. ઓમિક્રોનના 2,630 દર્દીઓમાંથી 995 દર્દીઓ સ્વસ્થ થયા છે.


જે પાંચ રાજ્યોમાં કોરોનાના કેસમાં સૌથી વધુ ઉછાળો આવ્યો છે તેમાં મહારાષ્ટ્ર (26,538 નવા કોરોના કેસ), પશ્ચિમ બંગાળ (14,022 કેસ), દિલ્હી (10,665 કેસ), તમિલનાડુ (4,862 કેસ) અને કેરળ (4,801 કેસ)નો સમાવેશ થાય છે. નવા 90,928 કેસમાંથી 66.97 ટકા માત્ર પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. આમાં માત્ર 29.19 ટકા કેસ મહારાષ્ટ્રના છે.