જૈશ-એ-મોહમ્મદના ફિદાયીન મોડ્યુલથી જોડાયેલા અને પકડાયેલા આરોપી ડૉક્ટરોની પૂછપરછ અને   તેમના મોબાઇલ ફોનમાં તપાસ અધિકારીઓને ચોંકાવનારા પૂરાવા મળ્યા છે. આરોપીઓના મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસમાં સિગ્નલ એપ પર બનેલું એક ગ્રુપ મળ્યું છે, જેનો એડમિન ફરાર મોડ્યુલ લીડર ડૉ. મુઝફ્ફર હતો અને  આ ગ્રુપમાં ડૉ. ઉમર, ડૉ. મુઝમ્મિલ, ડૉ. આદિલ અને ડૉ. શાહીન પણ સામેલ હતા.

Continues below advertisement


તપાસમાં મોટા ખુલાસા


તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડૉ. ઉમરે આ મોડ્યુલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે પણ ડૉ. ઉમરે એમોનિયમ નાઈટ્રેટ, ટ્રાયએસિટોન ટ્રાઇપરઓક્સાઇડ (TATP) અથવા અન્ય કોઈ રસાયણ ખરીદ્યું, ત્યારે ગ્રુપમાં વિગતવાર માહિતી પોસ્ટ કરવામાં આવતી હતી, જેમાં ખરીદેલ જથ્થો, સ્ત્રોત અને તે કેવી રીતે તૈયાર કરવામાં આવશે તે સહિતની માહિતી આપવામાં આવતી હતી. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે ઉમર મોટાભાગના વિસ્ફોટક રસાયણો, જેમાં એમોનિયમ નાઈટ્રેટ, TATP, સલ્ફર ડાયોક્સાઇડ અને ટાઈમર અને વાયર સહિત અન્ય સાધનોની ખરીદી માટે જવાબદાર હતો.


મુઝમ્મિલ પાસે હતી વિસ્ફોટકોને સુરક્ષિત રાખવાની જવાબદારી


ડૉ. મુઝમ્મિલને ખરીદેલા વિસ્ફોટકોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે પણ વિસ્ફોટકો અને રસાયણોનો સ્ટોક મુઝમ્મિલના ભાડાના ઘરમાં ખસેડવામાં આવતો હતો, ત્યારે મુઝમ્મિલ ફોટોગ્રાફ્સ લેતો હતો અને તેમને ગ્રુપમાં મોકલતો હતો જેથી ખાતરી કરી શકાય કે બધી સામગ્રી સુરક્ષિત રીતે સંગ્રહિત છે. વધુમાં, ડૉ. ઉમરે મોડ્યુલ દ્વારા ઉપયોગમાં લેવાતી i20 કારની ખરીદી વિશેની માહિતી પણ શેર કરી હતી.


ફૈઝલ ઇશાક ભટ્ટનું નામ સામે આવ્યું


તપાસ દરમિયાન બહાર આવેલ બીજું એક મહત્વપૂર્ણ નામ ફૈઝલ ઇશાક ભટ્ટનું છે, જે મોડ્યુલનો હેન્ડલર હોવાનું કહેવાય છે અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. આરોપીના જણાવ્યા મુજબ, ડૉ. ઉમર વિસ્ફોટકોના દૈનિક સંગ્રહ, તૈયારી, પરીક્ષણ અને મોડ્યુલ સંબંધિત અન્ય માહિતી માટે જવાબદાર હતો અને તે આ બધી માહિતી સીધી ફૈઝલ ઇશાક ભટ્ટને મોકલતો હતા. જો કે, પકડાયેલા આરોપીઓને હજુ સુધી આ હેન્ડલરની સાચી ઓળખ થઈ શકી નથી.


સામે આવ્યા આ ચાર પાકિસ્તાની હેન્ડલરોના નામ 


એજન્સીઓ અનુસાર, ફરાર મુઝફ્ફરના અફઘાનિસ્તાન ગયા બાદથી સમગ્ર મોડ્યુલના સંચાલન અને રિપોર્ટિંગની જવાબદારી આ હેન્ડલ સંભાળી રહ્યો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ હેન્ડલર +966 કોડ સાથે સાઉદી અરેબિયન વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી રહ્યો હતો અને એજન્સીઓ હવે તેની સાચી ઓળખ ઉજાગર કરવા માટે કામ કરી રહી છે. પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, 'ફૈઝલ ઇશાક ભટ્ટ' નામ પણ એક ઉપનામ છે, અને એવી શંકા છે કે પાકિસ્તાનમાં જૈશ નેટવર્કેને જાણી જોઈને એક કાશ્મીરી નામનો ઉપયોગ કર્યો,જેથી આ ષડયંત્રને સ્થાનિક બનાવવા અને પાકિસ્તાની તત્વોની ભૂમિકા છુપાવવા માટે મદદ મળી શકે એટલે plausible deniability ની રણનીતિ.  તપાસમાં જૈશ-એ-મોહમ્મદના ચાર પાકિસ્તાની હેન્ડલરોના નામ સામે આવ્યા છે.