જમ્મુ કાશ્મીરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પ્રશાસને 11 સરકારી અધિકરીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવાના આરોપમાં સસ્પેન્ડ કરી દિધા છે. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. આતંકી સૈયદ સલાઉદ્દીનના બે દિકરાઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.



ચાર કર્મચારી શિક્ષણ વિભાગના -સૂત્ર


સૂત્રોએ જણાવ્યું કે જે 11 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાંથી ચાર અનંતનાગ, ત્રણ બડગામ અને એક-એક બારામુલા, શ્રીનગર, પુલવામાં અને કુપવાડામાંથી છે. 11માંથી 4 શિક્ષણ વિભાગ, બે જમ્મુ કાશ્મીર પોલીસ અને એક-એક કૃષિ સ્કીલ ડેવલપમેન્ટ, વિજળી, એસકેઆઈએમએસ અને સ્વાસ્થ્ય વિભાગમાં કામ કરતા હતા.


સૂત્રોએ એ પણ જણાવ્યું કે આતંકીઓ સાથે સંબંધમાં સસ્પેન્ડ કરવામાં આવેલા 11 જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓમાં અનંતનાગના બે શિક્ષકો રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો થયો અને બે પોલીસ કૉન્સ્ટેબલ પણ સામેલ છે જેમણે આતંકીઓને અંદરની જાણકારી આપવામાં સહાયતા કરી.


જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં લશ્કરના ત્રણ આતંકી ઠાર


જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથે અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકીઓની હાજરીને લઈને દક્ષિણ કાશ્મીર જિલ્લાના રાનીપુરા વિસ્તારમાં ક્વારીગામમાં ઘેરાબંધી અને સર્ચા ઓપરેશન શરુ કર્યું. 



જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો સાથે અથડામણમાં લશ્કર એ તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આ ત્રણેય સ્થાનિક આતંકી હતા.


અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં તપાસ દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરુ થઈ હતી. બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓની ઓળખ અને તેઓ ક્યાં સંગઠન સાથે જોડાયેલા હતા તેની માહિતી મેળવવામાં આવી રહી છે.