શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષાદળોને ઉત્તર કાશ્મીરમાં સોપોરના હર્દશિવ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી હતી, તેના બાદ તે વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો પર આતંકીઓએ ફાયરિંગ કરવાનું શરુ કરી દીધું હતું. તેના જવાબમાં સુરક્ષાદળે કાર્યવાહી કરતા બે આતંકીઓને ઠાર કર્યા હતા.



બીજી બાજુ શોપિયામાં ભારતીય આર્મીએ આતંકીઓના ત્રણ ઠેકાણા પર પર્દાફાશ કર્યો છે. અહીંથી એક વ્યક્તિગત ડાયરી સહિત પ્રશાસનિક દુકાનોની મોટી રકમ જપ્ત કરવામાં આવી છે.