Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ થઇ રહ્યું છે. શુક્રવારે (17 માર્ચ) રાત્રે લગભગ 12 વાગે પુલવામાના મિત્રીગામ વિસ્તારમાં બન્ને વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. અધિકારીઓ અનુસાર, આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે.
સુરક્ષાદળોએ પુલવામાના મિત્રીગામ વિસ્તારમાં આતંકવાદીઓ હાજર હોવાની સૂચના મળ્યા બાદ ત્યાં ઘેરાબંધી અભિયાન શરૂ કરી દીધુ હતુ. જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વીટર એકાઉન્ટ @JmuKmrPolice પરથી ટ્વીટ કર્યુ કે પુલવામાના મિત્રીગામ વિસ્તાર વિસ્તારમાં અથડામણ શરૂ થઇ ગઇ છે.
શર્માની હત્યા કરનારા આતંકીઓ ઠાર મરાયા હતા -
આ પહેલા 28 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ઠાર માર્યો હતો, આતંકવાદીઓએ શર્માના આવાસથી માત્ર 100 મીટરની દૂરી પર હુમલો કર્યો હતો, હત્યાના 48 કલાકની અંદર જ સુરક્ષાદળોએ શર્માની હત્યા કરનારા આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
Indian Army: કશ્મીરથી હટાવી સંપૂર્ણ સેનાને હટાવી દેવાશે? મંત્રાલય સ્તરે ચર્ચા, જાણો શું છે સરકારનો સમગ્ર પ્લાન
Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરમાંથી ભારતીય સેનાને સંપૂર્ણ રીતે હટાવવાને લઈને મંત્રાલય સ્તરે વાતચીત ચાલી રહી છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચર્ચા તેના અંતિમ તબક્કામાં છે.
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યાના લગભગ સાડા ત્રણ વર્ષ બાદ કેન્દ્ર સરકાર હવે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સેનાને હટાવવા પર વિચાર કરી રહી છે. વિશેષ દરજ્જો હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, એવા સમાચાર છે કે હવે કેન્દ્ર સરકાર ખીણના આંતરિક ભાગોમાંથી ભારતીય સેનાને ધીરે ધીરે હટાવવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો ભારતીય સેનાની હાજરી માત્ર નિયંત્રણ રેખા સુધી જ સીમિત રહેશે.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચારમાં સુરક્ષા દળોના અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીરના આંતરિક વિસ્તારોમાંથી સેનાને હટાવવાના પ્રસ્તાવ પર બે વર્ષથી ચર્ચા થઈ રહી છે. સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંડોવણીથી આ વાતચીતને વેગ મળ્યો છે. ખીણમાં કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદ વિરોધી કામગીરી માટે ભારતીય સેનાની સાથે તૈનાત CRPFને પાછી ખેંચવામાં આવી શકે છે.
નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે!
રિપોર્ટ અનુસાર, સેના અધિકારીએ કહ્યું કે આ મામલે મંત્રાલય સ્તરે ચર્ચા થઈ રહી છે અને તે ટૂંક સમયમાં શક્ય બની શકે છે. એક રીતે જોઈએ તો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે તે ક્યારે અમલી થશે તેની રાહ જોવાઈ રહી છે. જોકે, તેમણે કહ્યું કે આ નિર્ણય સરકારે લેવાનો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી કોઈ હિલચાલ જોવા નહીં મળે.
જમ્મુ અને કાશ્મીરમાં કેટલી સૈન્ય તૈનાત છે?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં લગભગ 1.3 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. જેમાંથી લગભગ 80 હજાર ભારતની સરહદો પર તૈનાત છે. રાષ્ટ્રીય રાઈફલ્સના લગભગ 40 થી 45 હજાર સૈનિકો કાશ્મીરના આંતરિક વિસ્તારોમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવે છે. CRPF પાસે લગભગ 60,000 જવાનોની સંખ્યા છે, જેમાંથી 45,000 કાશ્મીર ખીણમાં તૈનાત છે. 83 હજારનો આંકડો જમ્મુ-કાશ્મીર પોલીસનો છે. આ સિવાય CAPFની કેટલીક કંપનીઓ પણ ઘાટીમાં છે.