BSF Vehicle Accident:  જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહનો સતત અકસ્માતનો શિકાર બની રહ્યા છે. હાલમાં જ સેનાની એક એમ્બ્યુલન્સ ખાડામાં પડી હતી જેમાં બે જવાનોએ જીવ ગુમાવ્યો હતો. તાજેતરના કિસ્સામાં  રાજ્યના પૂંછ જિલ્લામાં બીએસએફના વાહનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક જવાનનું મોત થયું છે જ્યારે 6 ઘાયલ થયા છે. આ ઘટના માનકોટ સેક્ટરમાં બની હતી.  ઘાયલ જવાનોને નજીકના આર્મી મેડિકલ કેમ્પમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં 4 જવાનોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. 






ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર ઘાયલ જવાનોને નજીકના આર્મી મેડિકલ કેમ્પમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં 4 જવાનોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. BSFએ આ દુર્ઘટના પર જણાવ્યું કે પૂંછ જિલ્લાના માનકોટે સેક્ટરમાં BSFના વાહનને અકસ્માત નડતાં એક BSF જવાન શહીદ થયા છે અને છ અન્ય ઘાયલ થયા. આ અકસ્માતમાં એક જવાનનું મોત થયું છે જ્યારે 6 ઘાયલ થયા છે. આ ઘટના માનકોટ સેક્ટરમાં બની હતી. 


પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી


રવિવારે (07 મે) સાંજે લગભગ 6:20 કલાકે, જીરાત તકિયાન શરીફ નજીક સીમા સુરક્ષા દળનું એક વાહન 250 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં વાહનને સંપૂર્ણ નુકસાન થયું હતું. આ પછી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી અને ત્યાંથી પોલીસે સ્થાનિક લોકો સાથે મળીને જવાનોને બચાવ્યા. જવાનોને નજીકની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ડોક્ટરોએ એક જવાનને મૃત જાહેર કર્યો હતો.


રાજૌરીમાં સેનાની એમ્બ્યુલન્સ ખાડામાં પડી


આ અગાઉ પણ રાજૌરીમાં આવી જ એક ઘટના બની હતી. રાજૌરીના કેરી સેક્ટરના ડુંગા ગાલા વિસ્તારમાં 29 એપ્રિલની બપોરે સેનાની એમ્બ્યુલન્સ રસ્તા પરથી પડીને ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર બે જવાનોના મોત થયા હતા. રોમિયો ફોર્સની એમ્બ્યુલન્સ કેરી સેક્ટરમાં તૈનાત છે. તેની એમ્બ્યુલન્સ ડુંગા ગાલા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી.