જમ્મુઃ સીમા પારથી ઘૂસણખોરીની ગતિવિધિઓ હજુ પણ ચાલુ જ છે. જમ્મુ-કાશ્મીરના જમ્મુ જિલ્લામાં આજે સવારે એકવાર ફરીથી બે ડ્રૉન દેખાવવાનો દાવો કરવામાં આવ્યો છે. સેનાના સુત્રોએ કહ્યું કે એક ડ્રૉન સવારે 4 વાગે 40 મિનીટ સુધી કાલૂચક વિસ્તારમાં દેખાયુ તો વળી બીજુ ડ્રૉન 4 વાગીને 52 મિનીટ પર કુંજવાનીમાં દેખાયુ. ખાસ વાત છે કે આ બન્ને વિસ્તારો એરફોર્સ સ્ટેશનની 7 થી 10 કિલોમીટરના એરિયામાં આવે છે. સુત્રોએ જણાવ્યુ કે બન્ને ડ્રૉન 800 મીટરની ઉંચાઇ પર ઉડી રહ્યાં હતા. 


એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદથી સતત દેખાઇ રહ્યાં છે ડ્રૉન--- 
કહેવાઇ રહ્યું છે કે જમ્મુ એરફોર્સ સ્ટેસન પર હુમલા બાદથી સતત ડ્રૉન દેખાઇ રહ્યાં છે, જે સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય બન્યા છે. એટલું જ નહીં જે પણ ડ્રૉન સ્પૉટ થઇ રહ્યાં છે, તે આ મિલિટ્રી બેઝ અને મિલિટ્રી સ્ટેશનની પાસે થઇ રહ્યાં છે. 


મિલિટ્રી સ્ટેશનની આસપાસ ડ્રૉન દેખાવવાની આ ત્રીજી ઘટના--
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરમાં મિલિટ્રી સ્ટેશની આસપાસ ડ્રૉન દેખાયાની આ ત્રીજી ઘટના છે. 29 જૂને સુંજવાન મિલિટ્રી બ્રિગેડમાં પણ રાત્રે 3.00 થી 3.30 ની વચ્ચે આ ડ્રૉનને જોવામાં આવ્યા હતા. આ પહેલા સોમવારે કાલૂચક મિલિટ્ર્રી સ્ટેશન પર પણ ડ્રૉન દેખાયા હતા. આ ડ્રૉન પર સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યુ હતુ, ત્યારબાદ આ અંધારામાં પાછા ફરી ગયા હતા.  સુત્રોએ જણાવ્યુ કે બન્ને ડ્રૉન 800 મીટરની ઉંચાઇ પર ઉડી રહ્યાં હતા


પાકિસ્તાનનું કાવતરુ યથાવત- 
નોંધનીય છે કે ઘાટીમાં એક્ટિવ આતંકીઓને પાકિસ્તાની આર્મી તરફથી આઇએસઆઇ જ ટ્રેનિંગ આપે છે. તે કોઇપણ રીતે એ નથી ઇચ્છતી કે કાશ્મીરમાં ફરીથી શાંતિ સ્થાપિત થાય અને વિધાનસભા ચૂંટણી કરાવવા લાયક માહોલ બને. રક્ષા વિશેષણો તથા ગુપ્તચર સુત્રોનુ માનીએ તો સરકારની સાથે કાશ્મીરી નેતાઓની વાતચીતની પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા માટે પાકિસ્તાન આ રીતના વધુ હુમલાને અંજામ આપવાની કોશિશ કરતુ રહેશે.