જમ્મુ કાશ્મીર:  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં બે પ્રવાસીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વાસ્તવમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં આતંકવાદનો ખતરો છે. પહેલગામ એક એવો વિસ્તાર છે જ્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. માર્ચ મહિનામાં હિમવર્ષા બાદ અહીં સેંકડો પ્રવાસીઓ આવે છે.

Continues below advertisement


વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું 


પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાની  ઉચ્ચ અધિકારીઓએ પુષ્ટી કરી છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી આતંકીઓ અને સેના વચ્ચે ગોળીબારના કોઈ સમાચાર નથી. આ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.






પ્રવાસીઓ પહેલગામમાં પર્વતની ટોચ પર ટ્રેકિંગ માટે જાય છે. આ આતંકી હુમલો ત્યાં થયો હતો. ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં છ પ્રવાસીઓને ગોળી વાગી હતી.


કઈ રીતે થયો આતંકી હુમલો


અત્યાર સુધી મળેલી માહિતી મુજબ પહેલગામમાં આતંકીઓએ લગભગ 3 થી 5 મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો. આ પછી તે ત્યાંથી ભાગી ગયા હતા. આ આતંકવાદી હુમલામાં 5 થી 6 પ્રવાસીઓ ઘાયલ થયા હતા, જેમાં એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ તમામને અનંતનાગની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન ભારતીય આર્મી વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસની SOG અને CRPF દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 


સર્ચ ઓપરેશન શરુ


ફાયરિંગ બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાની ઉચ્ચ અધિકારીઓએ પુષ્ટી કરી હતી.  સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે. સમગ્ર વિસ્તારને હાલ તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે.  પહેલગામમાં પર્યટકો પર થયેલા હુમલાને લઈ  સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી આતંકીઓ અને સેના વચ્ચે ગોળીબારના કોઈ સમાચાર નથી. આ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.