Jasneet Kaur Arrested: ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ કપડાં પહેરીને પોતાની તસવીરો દ્વારા લોકોને ફંસાવનારી ઇન્ફ્લૂએન્જર જસનીત કૌરને પોલીસે મંગળવારે (5 એપ્રિલે) ધરપકડ કરી લીધી છે. પોલીસે બતાવ્યુ કે, જસનીત કૌરે પોતાના સોશ્યલ મીડિયા ફોલોઅર્સને પોતાની અશ્લીલ તસવીરો મોકલીને બ્લેકમેઇલિંગ દ્વારા પૈસા લૂંટતી હતી. પોલીસે જસનીત કૌરને બ્લેકમેઇલિંગ અને ગુનાખોરીનું કાવતરુ રચવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે.  


આ મામલામાં એક યુવા કોંગ્રેસ નેતાનું પણ નામ સામે આવ્યુ છે. પોલીસ તેની તપાસ કરી રહી છે. જસનીત કૌર ઉર્ફી રાજબીર કૌર એક કારોબારીની ફરિયાદ પર કસ્ટડીમાં લેવામાં આવી હતી. કોરાબારીએ આરોપ લગાવ્યો હતો કે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએન્જર તેને બ્લેકમેલ કરી રહી હતી. 1લી એપ્રિલએ લુધિયાનાના મૉડલ ટાઉન વિસ્તારમાં જસનીત કૌર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.  


કેવી રીતે ફંસાવતી હતી જાળમાં ? 
ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએન્જરને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. જસનીત કૌરના સોશ્યલ મીડિયા પર બે લાખથી વધુ ફૉલોઅર્સ છે. તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અશ્લીલ કપડાંમાં તેની રીલ્સ પૉસ્ટ કરતી હતી. કૌરના ઇન્સ્ટાગ્રામ પર કેટલાય એકાઉન્ટ હતા અને આ સિવાય તે ટેલિગ્રામ એપ પર પણ ઉપલબ્ધ હતી.


પોલીસે જણાવ્યું કે, જસનીત કૌર તેના ફોલોઅર્સની સાથે ચેટ કરતી હતી, અને પછી તેમને પોતાની નગ્ન તસવીરો અને વીડિયો મોકલતી હતી. આ પછી પૈસાની લૂંટ કરવા માટે બ્લેકમેલિંગનો ખેલ શરૂ થયો હતો. જસનીત સોશ્યલ મીડિયા પર ખાસ કરીને એવા પુરુષોને નિશાન બનાવતી હતી જેઓ અમીર હોય. તે આ લોકો સાથે થયેલી ચેટ રેકોર્ડ કરતી હતી અને પછી તેમની પાસેથી પૈસાની ઉગરાણી કરતી હતી. 


ગેન્ગસ્ટર્સ દ્વારા અપાવતી હતી ધમકીઓ - 
બ્લેકમેલિંગ દરમિયાન જસનીત કૌર લોકો પાસેથી પૈસાની માંગણી કરતી હતી, અને ના પાડવા પર તે ગુંડાઓની મદદથી તેમને ધમકાવતી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, જસનીત વિરુદ્ધ 2008માં પણ આવો જ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં જસનીતે પોલીસને જણાવ્યું કે, તે ખૂબ જ વૈભવી જીવન જીવતી હતી.


પોલીસની પકડમાં કેવી રીતે આવી ?
લુધિયાણા જસનીત વિરુદ્ધ 33 વર્ષીય વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ વેપારીએ આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષે નવેમ્બરમાં અજાણ્યા નંબર પરથી ફોન દ્વારા તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી. બ્લેકમેઇલરે તેને પૈસા નહીં આપે તો તેને અને તેના પરિવારને મોટુ નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપી હતી.


પોલીસે જણાવ્યું કે, એક સ્થાનિક વેપારીએ બ્લેકમેલિંગની ફરિયાદ કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આરોપીના ગુંડાઓ સાથે પણ સંબંધો છે, જેનો તે ઉપયોગ ખાસ કરીને પીડિતોને ધમકાવવા માટે કરતી રહે છે. અમે આરોપોની તપાસ કરી રહ્યા છીએ. પોલીસે જસમીત કૌરની BMW કાર અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે.


કોંગ્રેસ નેતા પણ છે સામેલ 
જસનીત કૌરના નજીકના સાથી લકી સંધુ વિરુદ્ધ પણ પોલીસમાં કેસ નોંધાયેલો છે. કહેવાઇ રહ્યું છે કે, લકી સંધુ યુથ કોંગ્રેસના નેતા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સંધુ બ્લેકમેલિંગ માટે ધમકીભર્યા કૉલ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, લકી સંધુ એક લોકપ્રિય ચહેરો છે અને યુથ કોંગ્રેસના મહાસચિવ પદ માટે ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. હાલમાં સંધુ ફરાર છે અને પોલીસ તેને પકડવા પ્રયાસ કરી રહી છે. આરોપીઓ પર આઈપીસીની કલમ 384 (બ્લેકમેલિંગ), 506 (ગુનાહિત ધમકીઓ) અને 120-બી (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.