રાંચીઃ ધુમસા ટોલીમાં પોલીસ જવાન દ્વારા પ્રેમિકા પર ફાયરિંગ કરવાના મામલે નવો વળાંક આવ્યો છે. જાણકારી મુજબ, પ્રેમિકા પર ગોળી ચલાવનારો આરોપી જવાન નવીન શનિવારે ડ્યૂટી પર હતો પરંતુ તે ડ્યૂટી છોડીને પ્રેમિકાની માતાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. તે સમયે પ્રેમિકા ઘરે નહોતી અને થોડીવાર બાદ જ્યારે પ્રેમિકા ઘરે પહોંચી ત્યારે પ્રેમીને માતા સાથે આપત્તિનજક હાલતમાં જોઈ લીધો હતો.


જેના પર તે ભડકીને શોરબકોર કરવા લાગી હતી. આ જોઈ પહેલા જવાને પ્રેમીને સમજાવાની કોશિશ કરી હતી પરંતુ તેનો ગુસ્સો શાંત થવાનું નામ જ નહોતો લેતો. જેના કારણે પ્રેમિકા પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં ગોળી નિશાન ચૂકી જતાં દિવાલમાં અથડાઈ હતી. જે બાદ તે ત્યાંથી ભાગી નીકળી હતી અને ફાયરિંગનો અવાજ સાંભલી મહોલ્લાના લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.


ફાયરિંગની ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. જેની પાસેતી સરકારી હથિયાર જપ્ત કરવામાં આવ્યું હતું. ફાયરિંગની સૂચના મળતાં જ પેટ્રોલિંગમાં રહેતા પોલીસે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી.  


ઘટના સમયે આરોપી હતો નશામાં


આરોપી નવીન ઘટના સમયે નશામાં હતા. તેણે કહ્યું કે, તેણે પિસ્ટલ કમરમાં ખોસી હતી અને તે કાઢતી વખતે ભૂલથી ટ્રિગર દબાઈ ગયું હોવાનું તેણે જણાવ્યું હતું. ગોળી ચલાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો તેમ પણ કહ્યું હતું.


આરોપી ડ્યૂટી પરથી ગાયબ થઈને પહોંચ્યો પ્રેમિકાના ઘરે


આરોપીની પૂછપરછમાં ખબર પડી કે તેની ડ્યૂરી બપોરે એક વાગ્યાની હતી. પરંતુ ડ્યૂટી પરથી ગાયબ થઈને સવારે છ વાગે પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપી ડ્યૂટી છોડીને કેટલા વાગે પ્રેમિકાના ઘરે પહોંચ્યો. ઉપરાંત કયા કયા જવાના ડ્યૂચી પર ગેરહાજર હતા, આરોપીની ડ્યૂટી પીસીઆરમાં હતી.


આ પણ વાંચોઃ મુસ્લિમ પુરુષના હિન્દુ મહિલા સાથે બીજા લગ્ન નથી માન્ય, હાઈકોર્ટે કહી આ વાત


Corona Vaccine: આ વિદેશી રસીના સિંગલ ડોઝના ભારતમાં ટેસ્ટિંગ માટે DGCI એ આપી મંજૂરી, જાણો વિગત