ચેન્નઈ: તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાની તબિયત હાલ સુધારા પર છે. આ જાણકારી અપોલો હોસ્પિટલના ફાઉંડર ડૉક્ટર પ્રતાપ રેડીએ આપી હતી. તેમણે જણાવ્યું કે જયલલિતા પર જલ્દિથી દવાઓની અસર થઈ રહી છે. તેમણે લોકો સાથે વાતચીત કરવાનું પણ ચાલૂ કરી દિધુ છે, તેમજ તેમને કોઈ વસ્તું જોઈએ તો તે માંગી પણ રહ્યા છે. ડૉક્ટરોની મુજબ જયલલિતાની જલ્દિ ક્રિટીકલ કેર યૂનિટમાંથી પ્રાઈવેટ વોર્ડમાં ભર્તી કરવામાં આવશે.


અપોલો હોસ્પિટલના ડૉક્ટરોનું માનીએ તો મુખ્યમંત્રી જયલલિતાએ એક સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું છે. જ્યારે ઈંડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમના વરિષ્ઠ નેતા સી પોનાઈયનએ જણાવ્યું કે જયલલિતાના ફેંફસાનું સંક્રમણ હવે નિયંત્રણમાં છે. તેઓ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા છે. ઓક્સીજનને પણ ધીમે-ધીમે દૂર કરવામાં આવી રહ્યું છે જરૂરિયાત મૂજબ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમણે કહ્યું ધણા સમયથી જયલલિતાને જમવાનું પણ આપવામાં આવી રહ્યું છે અને તેઓ લોકો સાથે વાત પણ કરી રહ્યા છે. જયલલિતાને બૂખાર અને ડિહાઈડ્રેશન બાદ 22 સપ્ટેમ્બરથી અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.