JEE Main 2021 Exam Date: જેઈઈ મેન પરીક્ષાની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. બોર્જે પરીક્ષાની તારીખની જાહેરાત કરી છ. બોર્ડ મુજબ આ પરીક્ષા 17 જુલાઈએ યોજાશે. ખાસ વાત એ છે કે જેઈઈ મેનનું રિઝલ્ટ 14 ઓગસ્ટ સુધીમાં જાહેર કરી દેવાશે. કોરોના મહામારીના કારણે થોડા દિવસ પહેલા પરીક્ષા સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. લાંબા સમયથી આ પરીક્ષાના આયોજનને લઈ વિચાર વિમર્શ ચાલતો હતો.
કેટલા કેન્દ્રો પર લેવાશે પરીક્ષા
આ વખતે 92,695 વિદ્યાર્થીઓ દેશના 174 કેન્દ્રો પર આયોજિત જેઈઈ મેનમાં સામેલ થશે. જોઈન્ટ એંટ્રેસ બોર્ડ મુજબ રિઝલ્ટ જાહેર થયા બાદ ત્રણ તબક્કામાં વિદ્યાર્થીઓનું કાઉન્સલિંગ કરાશે. કાઉન્સલિંગની પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી પૂરી કરવાનું આયોજન છે. લાંબા સમયથી વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવાતી આ પરીક્ષાના રાહ જોતા હતા. આખરે બોર્ડે પરીક્ષાને લઈ ફેંસલો લઈ લીધો છે.
પહેલા ક્યારે યોજાવાની હતી પરીક્ષા
પહેલા આ પરીક્ષા એપ્રિલમાં યોજાવાની હતી પરંતુ કોરનાની બીજી લહેર અને લોકડાઉનના કારણે આ પરીક્ષાને સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. કોરોનાના ખતરાના કારણે જેઈઈ, નીટ સહિત અનેક પ્રવેશ પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. સરકારે આ ફેંસલો વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો હતો. કોરોનાના કારણે તમામ કેન્દ્રીય અન રાજ્ય બોર્ડે 10 તથા 12 બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી દીધી હતી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશભરમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી ત્રણ લાખ 90 હજારથી વધારે લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર વિતેલા 24 કલાકમાં 50848 નવા કોરોના કેસ આવ્યા અને 1358 સંક્રમિતોના મોત થયા છે. વિતેલા દિવસે 68817 લોકો કરોનાથી ઠીક પણ થયા છે એટલે કે એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 19327 ઘટી ગઈ છે. આ પહેલા સોમવારે 42640 નવા કેસ આવ્યા હતા.
Education Loan Information:
Calculate Education Loan EMI