Train Accidnet: ઝારખંડના જામતારામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. જામતારા-કરમટાંડના કાલઝરિયા પાસે ટ્રેનની અડફેટે આવતા 12 લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. રેલવે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું છે. ટ્રેનમાં આગની જાણ થતાં જ મુસાફરો કૂદી પડ્યા હતા. સામે ઝાઝા-આસનસોલ ટ્રેન આવી રહી હતી. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.


અંગ એક્સપ્રેસમાં આગ લાગવાની માહિતી મળતાં ટ્રેન રોકાઈ ગઈ હતી. જ્યારે મુસાફરોએ ટ્રેનમાંથી છલાંગ લગાવી ત્યારે ઝાઝા-આસનસોલ ટ્રેન તેમની ઉપરથી પસાર થઈ ગઈ હતી. રેલવેના જણાવ્યા પ્રમાણે ચેઈન પુલિંગના કારણે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ટ્રેક પર આવેલા લોકો મુસાફરો હતા કે નજીકના વિસ્તારના લોકો તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.






મળતી માહિતી મુજબ, બેંગ્લોર-યસવંતપુર એક્સપ્રેસ ડાઉન લાઈનમાં પસાર થઈ રહી હતી. આ દરમિયાન લાઇનની બાજુમાં નાંખવામાં આવેલી માટીની ધૂળ ઉડી રહી હતી, પરંતુ ધૂળ જોઈને ડ્રાઈવરને ટ્રેનમાં આગ લાગી હોવાની અને ધુમાડો નીકળતો હોવાની શંકા ગઈ હતી, જેના કારણે મુસાફરો પણ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.આ દરમિયાન આવેલી ઈએમયુ  ટ્રેનની ટક્કરથી ઘણા મુસાફરોના મોત થયા છે.






કોંગ્રેસના ધારાસભ્યે શું કહ્યું?


આ ઘટના અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અંસારીએ જણાવ્યું હતું કે, મારા વિધાનસભા ક્ષેત્ર જામતારા પાસેના કાસિયાતર હોલ્ટ પાસે ટ્રેન અકસ્માતમાં લગભગ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા લોકો ગુમ છે, મને આવી માહિતી મળી રહી છે. આ એક મોટી ઘટના છે..હું જામતારા જવા રવાના થઈ રહ્યો છું.આ ઘટનાની માહિતી મળતા જ મેં જિલ્લા પ્રશાસન અને રેલવે પ્રશાસન સાથે વાત કરી.મેં તેમને લોકોને મદદ કરવા જણાવ્યું છે.આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવા.મેં સૂચના આપી છે.  


ઘટના બાદ લોકો ખેતરોમાં દોડવા લાગ્યા - પ્રત્યક્ષદર્શી


એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અપ લાઇન લોકલ પર અકસ્માત થયો હતો. અમે બે મૃતદેહો જોયા છે. રાતનો સમય છે તેથી હું કહી શકતો નથી. આ બનાવથી અરેરાટીનો માહોલ સર્જાયો હતો. લોકો ખેતરોમાં દોડવા લાગ્યા.