જે બેઠકો પર મતદાન થયું તે બેઠકો- બહરાગોડા,ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, જમશેદપુર પૂર્વ, જમશેદપુર વેસ્ટ, સરાયકેલા, ખરસાવા, ચાઈબાસા, મઝગાંવ, જગન્નાથપુર, મનોહરપુર, ચક્રધરપર, તમાડ, માંડર, તોરપા, ખુંટી, સિસઈ,સિમડેગા અને કોલેબિરા. બીજા તબક્કાના મતદાનમાં મુખ્યમંત્રી રધુબર દાસ જમશેદપુર પૂર્વ બેઠક પરથી મેદાનમાં છે.
વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 13 બેઠકો પર 64.44 ટકા મતદાન થયું હતું.
મુખ્યમંત્રી રઘુવર દાસ, સરયૂ રાય, બીજેપી પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા, સ્પીકર દિનેશ ઉરાંવ, મંત્રી નીલકંઠ સિંહ મુંડા, પૂર્વ મંત્રી રાજા પીટર અને પૂર્વ નક્સલી કુંદન પાહની કિસ્મત બીજા તબક્કામાં દાવ પર છે.
બીજા તબક્કામાં 231 પુરૂષ અને 29 મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેમાં ભાજપના 20, કૉંગ્રેસના 6,ઝામુમોના 14 અને ઝારખંડ વિકાસ મોર્ચાના 20 અને અન્ય પ્રમુખ પક્ષોમાં સામેલ બસપાના 14, માકપા અને ભાકપાના 3, રાંકપા 1, તૃણમૂલ કૉંગ્રેસના પાંચ અને 71 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.
બીજા તબક્કાનું મતદાન આજે 7 ડિસેમ્બરે છે. ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બરે, 16 ડિસેમ્બરે ચોથા તબક્કાનું મતદાન અને 20 ડિસેમ્બરે પાંચમાં અને છેલ્લા તબક્કાનું મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી થશે.