Jharkhand Election Results 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભાજપ ગઠબંધન બહુમતનો આંકડો પાર કરી ગયો છે. હાલમાં NDA અહીં 44 સીટો પર આગળ છે. ત્રીજા રાઉન્ડની મતગણતરી બાદ કોડરમામાં ઇન્ડિયા ગઠબંધન આગળ છે. અહીંથી આરજેડીના સુભાષ પ્રસાદ યાદવ 3588 મતોથી આગળ છે. કોડરમાથી ભાજપની નીરા યાદવ પાછળ ચાલી રહી છે. ઝારખંડની બરહેટ  વિધાનસભા સીટ પરથી સીએમ હેમંત સોરેન આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત તેમની પત્ની કલ્પના સોરેન પણ ગાંડેય વિધાનસભા બેઠક પરથી પાછળ છે.






ગિરિડીહની ગાંડેય વિધાનસભા માટે મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. આ પછી કલ્પના સોરેન પાછળ છે. અહીંથી ભાજપના ઉમેદવાર મુનિયા દેવી 3128 મતોથી આગળ છે. ગાંડેયમાં અત્યાર સુધીમાં મુનિયા દેવીને 7093 વોટ મળ્યા છે જ્યારે કલ્પના સોરેનને 3965 વોટ મળ્યા છે.


પૂર્વ સીએમ ચંપઈ સોરેન ઝારખંડની સરાયકેલા વિધાનસભા સીટથી પાછળ ચાલી રહ્યા છે. જોકે, શરૂઆતના ટ્રેન્ડમાં ચંપાઈ સોરેન આગળ હતા. સરાયકેલા વિધાનસભામાં પ્રથમ રાઉન્ડની મત ગણતરી બાદ ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ ગણેશને 794 વોટ મળ્યા છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને 559 વોટ મળ્યા છે. ઝારખંડની રાજધાની રાંચીથી જેએમએમના ઉમેદવાર મહુઆ માજી પાછળ રહી ગયા છે. અહીંથી ભાજપના સીપી સિંહ 2905 મતોથી આગળ છે.


મહારાષ્ટ્ર અને ઝારખંડ બંન્ને રાજ્યમાં પ્રારંભિક વલણો દર્શાવે છે કે ઇન્ડિયા ગઠબંધનને આંચકો લાગી શકે છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ 35 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 22 બેઠકો પર આગળ છે. ઝારખંડમાં ભાજપ 20 બેઠકો પર આગળ છે, જ્યારે જેએમએમ ગઠબંધન 16 બેઠકો પર આગળ છે.                                                                                              


Wayanad By Election Results 2024: વાયનાડમાં શરૂઆતના વલણોમાં પ્રિયંકા ગાંધીએ મેળવી લીડ, 460 મતથી આગળ