નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંકટને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. ઘણા રાજ્યોએ કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લગાવી દીધું છે. તેની વચ્ચે ઝારખંડ સરકારે (Jharkhand Govt) લોકડાઉન (Lockdown0બે અઠવાડિયા માટે લંબાવી દીધું છે અને તેને વધુ કડક બનાવવાનો નિર્ણય કર્યો છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન(Jharkhand CM)ની અધ્યક્ષતામાં રાજ્યમાં આરોગ્ય સુરક્ષા સપ્તાહની અવધિ બે અઠવાડિયા સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય સુરક્ષા સપ્તાહ 27 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. હેમંત સોરેને કહ્યું કે, કોરોનાના ચેપની ચેન તોડવા માટે લોકડાઉનના નિયમો કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના જારી કરેલા સૂચનોથી હવે નવા પ્રતિબંધ અમલમાં રહેશે.
16 મેના રોજ સવારે 6 વાગ્યા પહેલાં જાહેર કરેલા પ્રતિબંધો ઉપરાંત નવી પ્રતિબંધો અમલી રહેશે. આ અંતર્ગત રાજ્યના બહારથી આવતા લોકોને 7 દિવસ હોમ અથવા ઈસ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત રહેશે. આ નિયમ તે વ્યક્તિઓ માટે લાગુ નહીં પડે જેઓ 72 કલાકની અંદર રાજ્યની બહાર જશે. આ ઉપરાંત ઝારખંડમાં ઇન્ટરસ્ટેટ અને ઇન્ટ્રાસ્ટેટ બસોનું સંચાલન પ્રતિબંધિત રહેશે. ખાનગી વાહનોની અવરજવર ઇ-પાસ પર રહેશે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના બુધવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 33 લાખ 40 હજાર 938
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099
- કુલ મોત - 2 લાખ 54 હજાર 197
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 52 લાખ 35 હજાર 991 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.