Jharkhand Corona New Guidelines: ઝારખંડ(Jharkhand)માં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકાર પણ કોરોનાના વધી રહેલા કેસને લઈને સતર્ક બની છે. છેલ્લા 50 દિવસમાં પ્રથમ વખત સંક્રમિતોની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે. રાંચી(Ranchi)માં કોવિડ સંક્રમણના સૌથી વધુ 63 સક્રિય કેસ છે. રવિવારે રાજ્યભરમાં 1099 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 24 લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આરોગ્ય વિભાગ(Health Department)ના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં 10 લોકો કોરોના સંક્રમણથી મુક્ત પણ થયા છે.



કોરોનાની નવી માર્ગદર્શિકા


કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઝારખંડ સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સંક્રમણ અટકાવવા માટે જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં, બંધ જગ્યાઓ, કાર્યસ્થળો અને જાહેર પરિવહનમાં મુસાફરી કરતી વખતે ફેસ કવર/માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ થૂંકવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


તપાસ સાથે દર્દીઓની સંખ્યામાં વધારો થશે


દરમિયાન, ઝારખંડના અન્ય જિલ્લાઓમાં પૂર્વ સિંઘભૂમમાં 12, દેવઘરમાં 11, બોકારોમાં 7, લાતેહારમાં 3, કોડરમા અને પલામુમાં 2-2 અને દુમકા, હજારીબાગ, સિમડેગા, જામતારા, ગઢવા અને લોહરદગામાં 1-1 સંક્રમિત દર્દી છે. ઝારખંડમાં મૃત્યુદર 1.22 છે. નિષ્ણાતોના મતે, કોવિડ પરીક્ષણની સંખ્યામાં વધારો થવાની સાથે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં પણ વધારો થશે. હાલમાં રાજ્યમાં પરીક્ષણની ગતિ ઘણી ધીમી છે. રાંચી જિલ્લામાં માત્ર એક સરકારી કેન્દ્ર પર કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે.


ભારતમાં કોરોના કેસમાં વધારો


 


ભારતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. સતત પાંચમા દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24  કલાકમાં 12,781 નવા કેસ અને 18 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 76 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે.


એક્ટિવ કેસ કેટલા છે ?


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76,700 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,873 પર પહોંચ્યો છે. દેશમાં 4,27,07,900 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 196,18,66,707 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 2,80,136 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.