Jharkhand Train Derailment: ઝારખંડના ચક્રધરપુરમાં મંગળવારે (30 જુલાઈ) વહેલી સવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનામાં સામેલ લોકોમોટિવનો નંબર 37077 છે. હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસના લગભગ 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
ઘટનાની પુષ્ટી કરતા ચક્રધરપુર રેલવે ડિવિઝનના વરિષ્ઠ ડીસીએમ આદિત્ય કુમાર ચૌધરીએ કહ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ ચક્રધરપુર રેલવે વિભાગના અધિકારીઓ ચક્રધરપુર રેલવે મંડલ તરફથી રીલિફ ટ્રેન અને જિલ્લા પ્રશાસન દ્ધારા તમામ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે. જો કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત, વહીવટીતંત્રે હેલ્પલાઇન નંબર 0651-27-87115 પણ જાહેર કર્યો છે.
મળતી માહિતી મુજબ, આ ટ્રેન દુર્ઘટના સવારે લગભગ 4.00 વાગ્યે રાજખારસ્વન વેસ્ટ આઉટર અને બારાબંબૂ સ્ટેશનો વચ્ચે થઈ હતી. રેલવેની મેડિકલ ટીમોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સાઇટ પર સ્ટાફ અને ADRM CKP સાથે એઆરએમઇ હાજર છે. ભારતીય રેલવેની મેડિકલ ટીમ દ્વારા તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
માલગાડી સાથે ટ્રેનની ટક્કર
મળતી માહિતી મુજબ, હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસના લગભગ 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને પછી ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી. રેલ્વેએ પોતે પુષ્ટી કરી હતી કે આ અકસ્માતમાં 6થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને ચક્રધર રેલ્વે હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.
અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી
ઝારખંડના ચક્રધરપુરમાં થયેલા આ ટ્રેન અકસ્માતની તસવીરો પણ સામે આવી છે. ફોટામાં જોઈ શકાય છે કે અકસ્માત ભયાનક છે. આનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. એક્સપ્રેસ ટ્રેનના અકસ્માત સમયે બાજુના ટ્રેક પર એક માલગાડી ઉભી હતી. પાટા પરથી ઉતરેલી બોગી એ જ માલગાડી સાથે અથડાઈ હતી.
એર એમ્બ્યુલન્સને પણ સ્થળ પર મોકલવામાં આવી હતી
ઘાયલોને બચાવીને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. સારા સમાચાર એ છે કે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી.