શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
14 દિવસ માટે તિહાડ જેલમાંથી બહાર આવ્યા દુષ્યંતના પિતા અજય ચૌટાલા, શપથ ગ્રહણ સમારોહમાં થશે સામેલ
જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલા આજે તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. તેમને 14 દિવસ ફર્લો મળી છે.
નવી દિલ્હી: જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલા આજે તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. તેમને 14 દિવસ ફર્લો મળી છે. ચૌટાલા આજે પુત્રના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. દુષ્યંત ચૌટાલા આજે બપોરે બે વાગ્યે 15 મિનિટ પર રાજભવનમાં ઉપ-મુખ્યમંત્રી પદના શપથ લેશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમતી નથી મળી. જેજેપીએ ચૂંટણી બાદ ભાજપ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે. ગઠબંધનની શરતો પ્રમાણે ખટ્ટર સરકારમાં જેજેપીનો એક ઉપમુખ્યમંત્રી અને બે મંત્રી હશે. જેલથી નિકળ્યા બાદ ખુશ દેખાઈ રહેલા ચૌટાલાએ ભાજપ સાથે ગઠબંધન પર કહ્યું અમે તેના પર હા પાડી હતી. તેમણે કહ્યું, હું તો જેલમાં છું. દુષ્યંતે સાથિઓના સહયોગથી 11 મહિનામાં સંગઠન ઉભુ કર્યું છે. ભાજપ સાથે ગઠબંધનને લઈને દુષ્યંત સાથે વાત કરી હતી. અમે ભાજપ સાથે ગઠબંધનને મંજૂરી આપી હતી. અમે કૉંગ્રેસ સાથે ન જઈ શકીએ, જેના અમે જન્મજાત વિરોધી છીએ. અજય ચૌટાલાએ પરિવારના તકરાર પર કહ્યું, પરિસ્થિતિ એવી બનાવીશું કે ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલાજી અને આઈએનએલડી પોતાના નિર્ણય પણ બીજી વખત વિચાર કરે, તેમણે ખોટો નિર્ણય લીધો ચે. જેનું પરિણામ પ્રદેશની જનતાને અને પરિવારને ભોગવવું પડ્યું. અત્યારે પણ હું કહું છું કે પરમાત્મા તેમને સદબુદ્દિ આપે અને બીજી વખત વિચારે, અમે તેમનું સ્વાગત કરીશું.Ajay Chautala released from Tihar Jail on furlough
Read @ANI Story | https://t.co/QOnGAmgzxN pic.twitter.com/g5R1rKq25K — ANI Digital (@ani_digital) October 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion