જમ્મુ: ઉરી હુમલાના આઠ દિવસ પછી કાશ્મીરમાં જવાનો પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાનપોહ વિસ્તારમાં CRPF પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કેંદ્રીય જવાનોના 5 જવાન ઘાયલ થયા હતા. જાણકારી પ્રમાણે, ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હાલ કોઈ પણ નાગરિકના મોતના સમાચાર મળ્યા નથી. હુમલાવરની ઓળખ થઈ શકી નથી.


ગ્રેનેડ હુમલા પછી જવાનોએ આખા વિસ્તારને ઘેરી લીધો અને હુમલાવરની શોધમાં સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું હતું, તમને જણાવી દઈએ કે, અગાઉ જમ્મુ-કાશ્મીરના ઉરી સ્થિતિ સેના કાર્યાલય પર રવિવારે આતંકી હુમલો કર્યો હતો. હુમલામાં સેનાના 19 જવાન શહીદ થયા હતા, જ્યારે સેનાના જવાનોએ 4 આતંકવાદીઓને ઘટનાસ્થળે જ ઠાર માર્યા હતા. આ આતંકી હુમલામાં મસૂદ અજહરના નેતૃત્વવાળા જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાની આશંકા સેવવામાં આવી છે.