JNU Controversy: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીંની દિવાલો પર જ્ઞાતિવાદી સૂત્રો લખવામાં આવ્યા છે. જેમાં ચોક્કસ જાતિઓને કેમ્પસ છોડવા માટે કહેવામાં આવ્યું છે. આ વાંધાજનક લખાણની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ મામલો સામે આવ્યા બાદ JNUને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે.


સોશિયલ મીડિયા પર બે પ્રકારની તસવીરો સામે આવી છે. એક તસવીર JNUના 'લેંગ્વેજ લિટ્રેચર એંડ કલ્ચર સ્ટડીઝ' અનેબીજી 'સ્કૂલ ઓફ ઈંટરનેશનલ સ્ટડીઝ"ની છે. જેએનયુના વાઇસ ચાન્સેલરે આ ઘટનાની નોંધ લીધી હતી અને પત્ર જારી કર્યો છે. આ સાથે વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ડી. પંડિતે રિપોર્ટ પણ માંગ્યો છે.


પત્રમાં શું લખ્યું છે?


આ બાબતની નોંધ લેતા વાઈસ ચાન્સેલર શાંતિશ્રી પંડિતે એક પત્ર જારી કરીને કહ્યું છે ક, જેએનયુમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા દિવાલો અને ફેકલ્ટી રૂમ પર વાંધાજનક સૂત્રો લખવા અને તોડફોડ કરવાની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. આ બાબતની સખત નિંદા કરતા ડીન સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ અને ફરિયાદ સમિતિને વહેલી તકે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વીસીએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. કોઈપણ પ્રકારની હિંસા માટે ઝીરો ટોલરંસની નીતિને તેમણે ફરી એકવાર દોહરાવી હતી. 


જેએનયુના વિદ્યાર્થીઓનો દાવો


જ્યારે જેએનયુના વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે, સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-2ની ઈમારતમાં એક ખાસ સમુદાય વિરુદ્ધ નારા લગાવવાની સાથો સાથ તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ એબીવીપીના જેએનયુ પ્રમુખ રોહિત કુમારે કહ્યું હતું કે, એબીવીપી આ ઘટનાની સખત નિંદા કરે છે. અમને વિશ્વાસ છે કે શૈક્ષણિક સંસ્થાઓનો ઉપયોગ માત્ર ચર્ચા અને વિચારણા માટે કરવામાં આવશે નહીં કે સમાજ અને વિદ્યાર્થી સમુદાયમાં ઝેર ઘોળવા.


Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસને લઈને આસામના CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે...


આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, લવ જેહાદ એક વાસ્તવિકતા છે અને શ્રદ્ધા વોકરની જઘન્ય હત્યા તેનો જીવતો જાગતો પુરાવો છે. હિમંતા બિસ્વા સરમા અગાઉ પણ કહી ચૂક્યા છે કે આ કેસમાં લવ જેહાદનો એક એંગલ છે જ. તેમને આકરા કાયદાની પણ તરફેણ કરી હતી. 


આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લવ જેહાદ રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી એક વાસ્તવિકતા છે. શ્રદ્ધા હત્યા કેસમાં લવ જેહાદના પુરાવા છે. આફતાબના પોલીગ્રાફ ટેસ્ટમાં પણ ખુલાસો થયો છે કે આફતાબે કહ્યું હતું કે, શ્રદ્ધા હત્યાની હત્યા બદલ તેને ફાંસીની સજા આપવામાં આવે તો પણ તેને તેનો અફસોસ થશે નહીં કારણ કે જ્યારે તે સ્વર્ગમાં જશે ત્યારે તેને હૂર મળશે. હિમંતા બિસ્વાએ ઉમેર્યું હતું કે, લવ જેહાદ વિરુદ્ધ દેશમાં કડક કાયદાની જરૂર છે.