Kanpur Crime: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એવી એવી ઘટના સામે આવી છે, જેનાથી રેલવે પોલીસનું માથુ શરમથી નીચે ઝૂકી ગયુ છે. ખરેખરમાં લખનઉથી દિલ્હી જઇ રહેલી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં સ્વિત્ઝર્લેન્ડની એક મહિલા નાગરિકની સાથે રેલવે પોલીસના જ એક કૉન્સ્ટેબલે છેડતી કરી દીધી છે. મહિલાએ જ્યારે છેડતીની ફરિયાદ જીઆરપીને કરી તો આના પર ભારતીય રેલવેમાં તૈનાત એક કૉન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી હતી.  


આરોપી કૉન્સ્ટેબલની થઇ ઓળખ - 
જાણકારી અનુસાર, લખનઉથી દિલ્હી જઇ રહેલી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહેલી એક સ્વિસ મહિલાએ રાજકીય રેલવે પોલીસ (જીઆરપી)માં છેડતીની ફરિયાદ કરી છે. આરોપીની ઓળખ કૉન્સ્ટેબલ જિતેન્દ્ર સિંહ તરીકે થઇ છે. જે ખુદ ટ્રેનમાં યાત્રીઓની સુરક્ષા માટે સેન્ટ્રલ સ્ટેશન આરપીએફ પૉસ્ટ પર તૈનાત છે. 


પોતાના મંગેતરની સાથે હતી સ્વિચ મહિલા નાગરિક  -
સ્વિત્ઝર્લેન્ડની રહેવાસી સ્વિસ મહિલા નાગરિકે પોલીસમાં નોંધાયેલી પોતાની ફરિયાદમાં કહ્યુ કે, તે પોતાના મંગેતરની સાથે ટ્રેનમાં સફર કરી રહી હતી, તે દરમિયાન તેને આરોપ લગાવતા કહ્યું કે, એક કૉન્સ્ટેબલે તેને અશ્લીલ રીતે વાત કરી અને તેની સાથે શારીરિક અડપલા અને મારામારી કરવાનો પ્રયાસ પણ કર્યો. કૉન્સ્ટેબલે તેને જબરદસ્તીથી કિસ કરવા અને સેલ્ફી ખેંચવાની કોશિસ કરી હતી. મહિલાની ફરિયાદ બાદ કૉન્સ્ટેબલ જિતેન્દ્ર સિંહની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ઘટનાને ધ્યાનમાં લેતા હવે ટ્રેનોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.  


સેન્ટ્રલ સ્ટેશન પર તૈનાત હતો આરોપી કૉન્સ્ટેબલ  - 
આરોપી કૉન્સ્ટેબલ જિતેન્દ્ર સિંહ ફિરોઝાબાદના મતસેના સ્ટેશનના જસપુરાનો રહેવાસી છે, તે છેલ્લા દોઢ વર્ષથી સેન્ટ્રલ સ્ટેશન પર તૈનાત છે. સ્વિસ મહિલા નાગરિકની છેડતીની ફરિયાદ પર જીઆરપી પોલીસે કૉન્સ્ટેબલ જિતેન્દ્ર સિંહ પર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 


 


Ahmedabad: નવગુજરાત કોલેજમાં વિદ્યાર્થીની સાથે છેડતીનો આરોપ, ABPVના  કાર્યકર્તાએ કર્યો વિરોધ - 


અમદાવાદ:  અમદાવાદની નવગુજરાત કોલેજમાં વિદ્યાર્થીની સાથે છેડતી કરાયાનો આરોપ લાગ્યો છે. યુવકે ફરીયાદી વિદ્યાર્થીનીને સંબંધ રાખવા માટે ધમકી આપી હતી. કોલેજમાં ફરિયાદ છતાં કાર્યવાહી  ન થતી હોવાનો  ABPVના  કાર્યકર્તાનો આરોપ છે. વિદ્યાર્થીનીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નવગુજરાત કોલેજમાં છેડતી બાબતે અખિલ ભારતીય પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો.  કોલેજમાં ચાલી રહેલી ઈન્ટર્નલ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.