પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિકાસ દુબેના આર્થિક સામ્રાજ્ય અંગે ઈડી તપાસ કરશે. ઈડી આ તપાસ દરમિયાન એ પણ તપાસ કરશે કે, દુબે અને તેની ગેંગને આર્થિક રીતે કયા ફાઈનાન્સર મજબૂત બનાવી રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, કાનપુરના બિકરુ ગામમાં આઠ પોલીસ કર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે શુક્રવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. એસટીએફ મધ્ય પ્રદેશના ઉજ્જેનથી આજે સવારે જ કાનપુર લઈને આવી રહી હતી. કાનપુર આવતાં પોલીસની ગાડી રસ્તામાં પલટી ખાઈ ગઈ હતી. વિકાસ દુબેએ પોલીસ જવાનના હથિયાર છિનવીને ભાગવાની કોશિશ કરી હતી.