Karnataka Assembly News: કર્ણાટકમાં દારૂ નીતિને લઇને નવી તકરાર ઉભી થઇ છે. તાજેતરમાં જ કર્ણાટકમાં શાસક અને વિપક્ષ વચ્ચે દારૂ મુદ્દે જોરદાર ઘર્ષણ થયુ હતુ. મંગળવારે કર્ણાટકમાં એક્સાઇઝ રેવન્યૂના ઊંચા લક્ષ્યાંક અંગે ગરમાગરમ ચર્ચા દરમિયાન કેટલાક સવાલોથી ગૃહમા હોબાળો મછ્યો હતો. આમાં રાજ્યની દારૂ નીતિ કેન્દ્રમાં રહી હતી. 

Continues below advertisement

કર્ણાટકમાં એક વરિષ્ઠ સાંસદે કહ્યું કે, દારૂ પીનારા પુરુષોને દર અઠવાડિયે દારૂની બે બોટલ મફત મળવી જોઈએ, જ્યારે બીજા એક સાંસદે સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરી.

રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના 2025-26 ના બજેટમાં એક્સાઇઝ રેવન્યૂ લક્ષ્યાંક વધારીને રૂ. 40,000 કરોડ કર્યો છે, જ્યારે સરકાર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં રૂ. 36,500 કરોડ એકત્રિત કરવાની અપેક્ષા રાખે છે.

Continues below advertisement

તુરુવેકેરેના ધારાસભ્ય અને જેડી(એસ)ના વરિષ્ઠ ધારાસભ્ય એમટી કૃષ્ણપ્પાએ જણાવ્યું હતું કે, "માત્ર એક વર્ષમાં સરકારે (એક્સાઇઝ ડ્યુટી) ટેક્સ ત્રણ વખત વધાર્યો છે. આનાથી ગરીબો પ્રભાવિત થઈ રહ્યા છે. ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો એક્સાઇઝ ડ્યુટી લક્ષ્યાંક કર વધાર્યા વિના તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?"

"આપણે લોકોને દારૂ પીવાથી રોકી શકતા નથી, ખાસ કરીને મજૂર વર્ગને," કૃષ્ણપ્પાએ કહ્યું. "તમે મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા, મફત વીજળી અને મફત બસ મુસાફરી આપી રહ્યા છો. તેમના બદલે જેઓ દારૂ પીવે છે તેમને દર અઠવાડિયે દારૂની બે બૉટલ મફત આપવી જોઈએ. તેમને પીવા દો. આપણે તેમને (પુરુષોને) દર મહિને પૈસા કેવી રીતે આપી શકીએ?" 

"પુરુષો માટે કંઈક આપો, અઠવાડિયામાં બે બૉટલ. શું ખોટું છે ? સરકાર સોસાયટીઓ દ્વારા તે પૂરું પાડી શકે છે," કૃષ્ણપ્પાએ સૂચન કર્યું, જેનાથી સભામાં હાસ્યનું મોજુ છવાઈ ગયું હતું.

સરકાર વતી જવાબ આપતા, ઉર્જા મંત્રી કે જે જ્યોર્જે કહ્યું: "ચૂંટણી જીતો, સરકાર બનાવો અને તમે આમ કરો. અમે લોકોને ઓછું દારૂ પીવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ બી.આર. પાટિલ હતા, જેમણે દારૂબંધીની હિમાયત કરી હતી.

અલાંદના ધારાસભ્ય પાટીલે કેન્દ્ર સરકારને દેશવ્યાપી દારૂ પ્રતિબંધ અંગે નિર્ણય લેવા વિનંતી કરતા કહ્યું કે, "આ એક્સાઇઝ ડ્યુટીની આવક પાપના પૈસા છે. આ ગરીબોના લોહીમાંથી ચૂસેલા પૈસા છે. આ પૈસાથી રાષ્ટ્રનું નિર્માણ થઈ શકતું નથી." તેમણે કહ્યું, "મહાત્મા ગાંધીએ એકવાર કહ્યું હતું કે જો તેઓ બે કલાક માટે સરમુખત્યાર રહે તો સૌથી પહેલું કામ દારૂ પર પ્રતિબંધ મૂકશે."

અગાઉ, વિરોધ પક્ષના નાયબ નેતા અરવિંદ બેલાડે ચિંતા વ્યક્ત કરી હતી કે કર્ણાટકની એક્સાઇઝ આવક પર નિર્ભરતા વધી રહી છે. 

"ગૃહ લક્ષ્મી હેઠળ, મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા મળે છે, જેનો ખર્ચ 28,608 કરોડ રૂપિયા થાય છે. અમે મહિલાઓ પાસેથી એક્સાઇઝ રેવન્યૂ તરીકે 36,000 કરોડ રૂપિયા એકત્રિત કરી રહ્યા છીએ," હુબલી-ધારવાડ (પશ્ચિમ) ના ભાજપના ધારાસભ્ય બેલાડે આ મામલે દલીલ કરતાં જણાવ્યું. "શું રાજ્ય દારૂ પર આટલું નિર્ભર રહેવું જોઈએ? જો આવું જ ચાલતું રહ્યું તો આપણે ક્યાં જઈશું? બિહાર જેવા રાજ્યો કોઈપણ એક્સાઇઝ આવક વિના ચાલે છે. ગુજરાતના મહેસૂલમાં એક્સાઇઝનો હિસ્સો ફક્ત 0.1 ટકા છે," આનો વિરોધ કરતા, IT/BT મંત્રી પ્રિયંક ખડગેએ કહ્યું કે પાછલી ભાજપ સરકારે પણ 35,000 કરોડ રૂપિયાનો એક્સાઇઝ ડ્યુટી લક્ષ્યાંક રાખ્યો હતો. તેમણે કહ્યું, "જો તમે દારૂબંધી માટે આંદોલન કર્યું હોત, તો તમને તેના વિશે બોલવાનો નૈતિક અધિકાર હોત. હવે દારૂબંધીનો પ્રસ્તાવ રજૂ કરો. તમને કોણ રોકી રહ્યું છે?" "તમે તમારી ઈચ્છા મુજબ ગાંધીજીના સિદ્ધાંતોની સાથે સાથે RSSના સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકતા નથી."